શાઓમીએ(Xiaomi) તાજેતરમાં જ 43 ઇંચનીનું Mi TV E43K લોન્ચ કર્યુ હતુ. કંપનીએ હવે 32 ઇંચનું Mi TV Pro લોન્ચ કર્યુ છે. શાઓમી(Xiaomi)ના 32 ઇંચના ટીવી E32S મોડેલ નંબર L32M6-ES સાથે લોન્ચ કરવામાં આવ્યુ છે. શાઓમી(Xiaomi)નું નવું મોડેલ Mi TV Pro સીરીઝ હેઠળ આવ્યું છે, જે ગયા વર્ષે બેઝલ-લેસ ફુલ સ્ક્રીન ડિઝાઈનની સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. શાઓમી(Xiaomi)નું 32 ઇંચનું ટીવી ખૂબ સસ્તું છે. ચીનમાં લોન્ચ થયેલા આ ટેલિવિઝનની કિંમત 899 યુઆન (લગભગ 9,500 રૂપિયા) છે. એટલે કે, શાઓમી(Xiaomi)નું આ નવું ટેલિવિઝન 10,000 રૂપિયા કરતાં પણ સસ્તુ છે.
વૉઈસ કંટ્રોલને સપોર્ટ કરે છે શાઓમી(Xiaomi)નુંઆ TV
શાઓમી(Xiaomi)ના 32 ઇંચવાળા Mi TV Proમાં 32 ઇંચની ફુલ-સ્ક્રીન ડિસ્પ્લે છે, જે યુઝર્સને શાનદાર વ્યૂઈંગ એક્સપિરિયન્સ આપે છે. શાઓમી(Xiaomi)ના આ ટેલિવિઝનમાં 60Hz રિફ્રેશ રેટની સાથે 1080 પિક્સલનું રિઝોલ્યુશન આપવામાં આવ્યુ છે. આ ટીવીની સ્ક્રીનમાં અલ્ટ્રા-હાઇ-સ્ક્રીન-ટૂ-બૉડી રેશિયો આપવામાં આવ્યો છે. શાઓમી(Xiaomi)નું આ ટેલિવિઝન બિલ્ટ-ઇન XiaoAI વોઈસ આસિસ્ટન્ટ સાથે આવે છે. તેમાં 12 કીનું બ્લૂટૂથ રીમોટ કંટ્રોલ આપવામાં આવ્યુ છે, જે વોઇસ કંટ્રોલને સપોર્ટ કરે છે.
ટીવીમાં આપવામાં આવ્યુ છે 8GB ઇન્ટરનલ સ્ટોરેજ
શાઓમી(Xiaomi)નું આ 32 ઇંચના સ્માર્ટ ટીવી ક્વૉડ-કોર CPUથી સજ્જ છે. શાઓમી(Xiaomi)ના આ નવા સ્માર્ટ ટીવીમાં 1GB રેમ અને 8 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. શાઓમી(Xiaomi)ના 32 ઇંચના Mi Smart TV Proમાં 6Wનાં 2 સ્પીકર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય ટીવીમાં બ્લૂટૂથ 4.0, 2.4GHz WiFi, પેચવૉલ અને DTS ડીકોડર આપવામાં આવ્યુ છે. ઇન્ટરફેસ માટે, શાઓમી(Xiaomi)ના આ ટેલિવિઝનમાં USB પોર્ટ, 2 HDMI પોર્ટ, એક AV ઇનપુટ અને એક એન્ટેના પોર્ટ આપવામાં આવ્યુ છે. તમે આ ટેલિવિઝનને દિવાલ પર લગાવી શકો છો અથવા તેને સ્ટેન્ડ પર મૂકી શકો છો. જોકે, શાઓમી(Xiaomi)એ હજી સુધી જણાવ્યું નથી કે,આ ટેલિવિઝનને કેટલા સમય સુધીમાં અન્ય બજારોમાં લાવવામાં આવશે.
READ ALSO
- મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો
- જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ
- અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…
- ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી
- ત્રિપુરા પેટાચૂંટણી / પરિણામ પછી ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, કોંગ્રેસ અધ્યક્ષ સહિત 19 લોકો ઇજાગ્રસ્ત