GSTV
Home » News » નવા ફિચર્સ સાથે ભારતમાં આ તારીખે લોન્ચ થશે Redmi Y3

નવા ફિચર્સ સાથે ભારતમાં આ તારીખે લોન્ચ થશે Redmi Y3

Xiaomi ની સબ-બ્રાંડ-રેડમી ભારતમાં 24 એપ્રિલે પોતાનો નવો સ્માર્ટ ફોન Redmi Y3 લોન્ચ કરશે. કંપનીએ પહેલા જ કન્ફર્મ કરી દીધું છે કે તેમનો નવો ફોન 32 મેગાપિક્સલ ના સુપર સેલ્ફી કેમેરા અને વોટરડ્રોપ નોચ ડિસપ્લે સાથે આવશે. રેડમી ઇંડિયાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તેનું એક નવું ટિઝર શેર કરવામાં આવ્યું છે.

જેનાથી ખ્યાલ આવે કે Redmi Y3 માં 4,000mAh ની બેટરી આપેલ છે. Redmi Y3 સ્માર્ટફોન Redmi Y2નું અપગ્રેડેડ વર્ઝન છે. જેમાં 3,080 mAh ની બેટરી હતી. હાલમાં કંપનીએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં Redmi Y3 ની બેક સાઈડની ગ્રેડિયંટ ડિઝાઈન જોવા મળી રહી છે, આ ફોટા સાથે જ કંપનીએ 32 મેગાપિક્સલ ફ્રંટ કેમેરાની વાત પણ કન્ફર્મ કરી છે. આ સ્માર્ટફોનને લોન્ચ કરતા પહેલા જ એમેઝોનની વેબસાઈટ પર લિસ્ટ કરી દેવામાં આવ્યો છે.

એમેઝોન વેબપેજથી ફોનના કેટલાક ફિચર્સ વિશે ખ્યાલ આવશે. લિસ્ટિંગ મુજબ ફોનમાં જે 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો છે તેનાથી યૂઝર્સ હાઈએસ્ટ રેઝોલ્યુશન સાથે અલ્ટ્રા ક્લિયર સેલ્ફી લઈ શકશે. ફોન ક્વોલકમ સ્નૈપડ્રેગન પ્રોસેસર સાથે આવશે, જેનાથી યૂઝર્સને જબરજસ્ત ગેમિંગ એક્સપીરિયંસ મળશે.

આ સિવાય ફોનમાં મોટી બેટરી આપવામાં આવશે, જેને એક વખત ચાર્જ કર્યા બાદ 2 દિવસ ચલાવી શકાશે. Redmi Y3 સ્માર્ટ ફોન Redmi Y2 નું અપગ્રેડેડ વર્ઝન છે. જેમાં Redmi Note 7 સીરિઝની જેમ ડોટ ડ્રોપ નોચ આપવામાં આવશે. જેની બેટરી 4,000 mAh કરતાં વધુ કેપેસિટીની બેટરી હોઈ શકે.

Redmi Y2માં 5.99 ઇંચની ફુલ સ્ક્રીન હતી તો Redmi Y3 માં તેના કરતાં સ્ક્રીન વધુ મોટી હોઈ શકે. Redmi Y2માં 4જીબીની રેમ અને 64જીબીનું સ્ટોરેજ હતું, જેમાં માઈક્રો એસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય. આપણે આશા રાખીએ કે Redmi Y2 કરતાં Redmi Y3ના નવા ફિચર્સ વધુ સારા હોય.

Read Also

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!