GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

Xiaomi  આજે ભારતમાં Redmi Note 5 સહિત લૉન્ચ કરશે બે નવા પ્રોડક્ટ્સ

ચીની કંપની શાઓમી આજે ભારતમાં Redmi Note 5લૉન્ચ કરવા જઇ રહી છે. દિલ્હી ખાતે કંપનીના એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ બપોરે 12 વાગે શરૂ થશે. સૂત્રોએ જણાવ્યા અનુસાર આ દરમિયાન ફક્ત Redmi Note 5 જ લૉન્ચ કરવામાં નહી આવે પરંતુ એન્ય એક વેરિએન્ટ પણ લૉન્ચ કરવામાં આવશે.

Redmi Note 5 તેના અગાઉના વર્ઝન એટલે કે Redmi Note 4ની જેમ જ બજેટ સ્માર્ટફોન હશે અને તેના બે અથવા ત્રણ વેરિએન્ટ લૉન્ચ કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ બેઝલ લેસ ડિસ્પ્લે ધરાવતો સ્માર્ટફોન હશે જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 હશે. આ ઉપરાંત તેમાં ક્વૉલકૉમનું નવું પ્રોસેસર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

Image result for redmi note 5 pro

બે સ્માર્ટફોન ઉપરાંત આજે કંપની ભારતમાં પહેલી વખત Mi TV 4 પણ લૉન્ચ કરી શકે છે. ટીઝર કંપનીએ પહેલા જ રિલિઝ કર્યું હતું જેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે કંપની કંઇક નવું લૉન્ચ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે Redmi Note 4 કંપનીનો સૌથી વધારે વેચાતો સ્માર્ટફોન છે અને તેવામાં Redmi Note 5થી લોકોને ઘણી અપેક્ષાઓ છે. કારણ કે આ બજેટ સેગમેન્ટનો સ્માર્ટફોન છે અને ભારતમાં બજેટ સ્માર્ટફોન વધારે વેચાય છે. તેવામાં તે જોવું રસપ્રદ રહેશે કે શાઓમી કેવી રીતે ગ્રાહકોને આકર્ષે છે.

Related posts

ટેકનોલોજીના જમાનામાં આંખોની રોશની વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ વસ્તુઓ, જરૂરથી ફાયદાકાર થશે સાબિત

Ankita Trada

આ છે ડેરી ફાર્મ લોન આપનાર મુખ્ય બેંકો, જાણો કેવી રીતે લઇ શકશો લાભ

pratik shah

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર, વરસાદને કારણે ચેકડેમો, નદી- નાળાઓ છલકાયાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!