GSTV
Home » News » Xiaomi Freeમાં આપી રહ્યું છે 100 Redmi Note 7 Pro, આ છે ઑફર

Xiaomi Freeમાં આપી રહ્યું છે 100 Redmi Note 7 Pro, આ છે ઑફર

Redmi Note 7 Pro

Xiaomiએ તાજેતરમાં ભારતમાં Redmi Note 7 Pro લોન્ચ કર્યો છે. જેની પહેલી સેલ 13 માર્ચે છે. શાઓમી આ ફોનને ચીનમાં 18 માર્ચે લોન્ચ કરશે. આશા છે કે કંપની રેડમી નોટ 7 પ્રોના ઇન્ડિયન વેરિએન્ટને જ ચીનમાં લોન્ચ કરશે.

આ વચ્ચે  લોન્ચ પહેલાં કંપનીએ એક ખાસ ઓફર આપી છે. જે હેઠળ શાઓમી Redmi Note Pro ફ્રીમાં મેળવી શકાશે. પરંતુ આ ઓફર માત્ર ચીનના યુઝર્સ માટે જ છે. આ ઓફર હેઠળ ચીનમાં કંપની 100 ફેન્સને મફ્તમાં Redmi Note 7 Pro આપશે. ધ્યાન રહે કે આ ઑફર ભારતીયો માટે નથી.


ફ્રીમાં Note 7 Pro મેળવવા માટે કરવું પડશે આ કામ

Redmi Note 7

આ ઑફર હેઠળ Redmi Note 7 Proને ફ્રીમાં મેળવવા માટે ફેન્સે સ્માર્ટફોનના જુદા-જુદા ફીચર્સ ટેસ્ટ કરવા પડશે. જેમ કે સ્માર્ટફોનનું પર્ફોર્મન્સ કેવું છે અને કેમેરા ફિચર્સ કેવા છે.

આ રીતે કરો અપ્લાય

Redmi Note 7

એપ્લાઇ કરવા માટે યુઝર્સને Mi એકાઉન્ટમાં લોગ ઇન કરવું પડશે. જે બાદ શિયોમીને મેસેજ કરવો પડશે કે તે કોમ્પિટિશનમાં ભાગ લેવા માગે છે. આમાં યુઝરનું નામ, જેન્ડર, મોબાઇલ નંબર, ઇ-મેલ એડ્રેસ, વીબો એકાઉન્ટ યુઝર નેમ અને Mi એકાઉન્ટ યુઝર નેમ કંપની સાથે શેર કરવું પડશે. સાથે એ પણ બતાવવું પડશે કે તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર કેટલા ફોલોઅર્સ છે.

Redmi Note 7 Proના સ્પેસિફિકેશન

Redmi Note 7 Pro દેખાવમાં લગભગ Redmi Note 7 જેવો જ છે. તેમાં પણ ગ્રેડિયંટ ફિનિશિંગ, ફંકી કલર્સ અને વોટરડ્રોપ નૉચ મળશે. આ સ્માર્ટફોનના રિયરમાં પણ બે કેમેરા અને ફ્રન્ટમાં એક કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 7 Proમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને પોટ્રેટ શૉટ્સ ક્લિક કરવા માટે 5MP આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ ફેસ અનલૉક ફિચર પણ છે.

અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. Redmi Note 7ની જેમ જ Redmi Note 7 Proમાં પણ 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

ઓનલાઇન ટ્રેડિંગ છેતરપિંડીમાં ગુજરાતી ગેંગનો થયો પર્દાફાશ

Nilesh Jethva

પરણીત મહિલાને લઈને ભાગ્યો પ્રેમી, પંચાયતે આપી એવી સજા કે…

Kaushik Bavishi

Tata Skyએ HD સેટઅપ બોક્સના ભાવમાંથી કર્યો ઘટાડો, હવે ફક્ત આટલી કિંમતમાં મળશે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!