Xiaomiએ પોતાની ઑફિશિયલ વેબસાઇટ પર દિવાલી વિથ મી સેલનું આયોજન કર્યુ છે. સેલની શરૂઆત આજે ટલે કે 16 ઓક્ટોબરથી થઇ ગઇ છે અને સેલ 21 ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં ગ્રાહક Xiaomiની અનેક પ્રોડક્ટ્સ પર ડીલ્સ અને ડિસ્કાઉન્ટનો લાભ લઇ શકશે. આ પ્રોડક્ટ્સની લિસ્ટમાં સ્માર્ટફોન, ટીવી અને સ્માર્ટ બેન્ક જેવી અનેક આઇટમ્સ સામેલ છે.
1 રૂપિયામાં તમારો થઇ જશે Xiaomiનો આ સ્માર્ટફોન

ખાસ વાત એ છે કે આ સેલ દરમિયાન 1 રૂપિયા વાળી ફ્લેશ સેલનું પણ આયોજન કરવામાં આવશે. આજે એટલે કે સેલના પહેલા દિવસે સાંજે ચાર વાગે 1 રૂપિયા વાળી ફ્લેશ સેલમાં Redmi Note 9 Pro (4GB + 64 GB) ઇન્ટરસ્ટેલર બ્લેક કલર વેરિએન્ટનું વેચાણ કરવામાં આવશે.
આ જાણકારી કંપનીએ પોતાની વેબસાઇટ પર આપી છે. જો કે કંપનીએ તે નથી જણાવ્યું કે કેટલા યુનિટ્સ વેચાણ માટે ઉપલબ્ધ થશે. તેવામાં ફક્ત નસીબ અજમાવવાની વાત હશે.
જાણો Redmi 9 proના ફીચર્સ

જણાવી દઇએ કે હાલ કંપનીની વેબસાઇટ પર સેલ ચાલી રહ્યો છે અને Redmi Note 9 Pro 4GB+ 64GB ઇંટરસ્ટેલર બ્લેક વેરિએન્ટની હાલ કિંમત 12,999 રૂપિયા છે. આ ઉપરાંત આ ફોન 4GB + 128GB વેરિએન્ટ પણ આવે છે અને તેની કિંમત અનુક્રમે 14,499 રૂપિયા અને 15,999 રૂપિયા છે.
Redmi Note 9 Pro ઇન્ટરસ્ટેલર બ્લેક કલર વેરિએન્ટ ઉપરાંત ઓરેરા બ્લૂ, શેંપેન ગોલ્ડ અને ગ્લેશિયર વ્હાઇટ કલર ઓપ્શન સાથે પણ આવે છે.
આ સ્માર્ટફોનના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.67 ઇંચ HD+ ડિસ્પ્લે, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન, સ્નેપડ્રેગન 720G પ્રોસેસર, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેંસર, 18W ફાસ્ટ ચાર્જિંગ અને 5020mAhની બેટરી મળે છે.
Read Also
- ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું