GSTV
Home » News » ગેમિંગના શોખીનો માટે Xiaomi લાવ્યું જબરદસ્ત સ્માર્ટફોન, ભારતમાં આ દિવસે થશે લૉન્ચ

ગેમિંગના શોખીનો માટે Xiaomi લાવ્યું જબરદસ્ત સ્માર્ટફોન, ભારતમાં આ દિવસે થશે લૉન્ચ

ગેમિંગના શોખીનો માટે Xiaomi 27મેના રોજ ભારતમાં બ્લેક શાર્ક-2 લોન્ચ કરશે. શાઓમીની સબ બ્રાન્ડ બ્લેક શાર્કના આ ગેમિંગ ફોનને ચીનમાં માર્ચમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ એક હાઇ-એન્ડ ગેમિંગ ફોન છે. માનવામાં આવી રહ્યું છે કે તેની સીધી ટક્કર Asus ROG Phone અને  NUBIA Red Magic 3 સાથે થશે. બ્લેક શાર્ક-2 કંપનીનો સેકન્ડ જનરેશન ગેમિંગ સ્માર્ટફોન છે. આ અગાઉ ચીનમાં ગેમિંગ માટે બ્લેક શાર્ક હેલો લોન્ચ કરવામાં આવ્યો હતો.

શાઓમી તરફથી ભારતમાં આવનાર આ પ્રથમ ગેમિંગ સ્માર્ટફોન હશે. ફોનને હાઇ-એન્ડ ગેમિંગ ફોન કહેવામાં આવી રહ્યો છે. એટલા માટે આશા રાખવામાં આવી રહી છે કે તેમાં ઘણા પ્રીમિયમ ટોપ એન્ડ કેટેગરીની સ્પેસિફિકેશન જોવા મળશે.

ચીનમાં ઉપલબ્ધ બ્લેક શાર્ક-2માં 2340X1080 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 6.39 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. ગેમિંગનો રોમાંચ સારો રહે તે માટે કંપનીએ આ ડિસ્પ્લેનું પ્રેશન સેન્સિટિવ બનાવ્યું છે. ફોન ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. ફોન 6જીબી રેમ સાથે 1238 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ સાથે 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં આવે છે.

પ્રોસેસરની વાત કરવામાં આવે તો શાઓમીએ તેમાં ફ્લેગશિપ સ્નૈપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેવી ગેમિંગના કારણે ફોનની બેટરી જલદી ખત્મ ના થાય એટલા માટે તેમાં 27 વોટ ફાસ્ટ ચાર્જિંગ સાથે 4,000mAhની બેટરી આપવામાં આવી છે. ગેમિંગથી ફોન વધુ ગરમ ના થાય એટલા માટે લિક્વિડ કૂલિંગની 3.0 આવેલું છે.

ગેમિંગની સાથે આ ફોનમાં ફોટોગ્રાફી માટે 48 મેગાપિક્સલ, 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે તેમાં 20 મેગાપિક્સલનો કેમેરા છે. એન્ડ્રોઇડ 9 પાઇ ઓએસ સાથે આવનારો આ ફોન પબજી અને Fortnite જેવી ગેમ્સ રમનારા જરૂર પસંદ કરશે.

Read Also

Related posts

આ ખુરશી પર બેસનાર વ્યક્તિએ ગુમાવવો પડે છે જીવ, રહસ્ય જાણીને ચોંકી ઉઠશો

Arohi

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુ સેનાના પ્લેન ભારતમાં ઘુસ્યા હતા ? વાયુસેનાના પ્રમુખે આપ્યો આ જવાબ

Mayur

અમરેલીના યુવકે કરી એવી શોધ કે બોરમાં પડતા બાળકને 25 મિનિટમાં બહાર કાઢી શકશો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!