GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

આ સ્માર્ટફોન કંપનીને પછાડી શાઓમી ફરી બન્યું નં-1, Realmeએ પણ આપી જોરદાર ટક્કર

ચીનની કંપની શાઓમીએ એકવાર ફરી સેમસંગને પાછળ છોડીને ઇંડિયન મોબાઈલ માર્કેટમાં ટોપ પોઝિશન પ્રાપ્ત કરવામાં સફળ રહી. શાઓમીએ આ વર્ષના બીજા ત્રિમાસિકમાં 28 ટકાની બજાર હિસ્સેદારી સાથે નંબર 1ની પોઝિશનનું સ્થાન પ્રાપ્ત કર્યું. આ બાબત માર્કેટ રિસર્ચ ફર્મ કાઉન્ટરપોઇન્ટના રિપોર્ટમાં જણાવવામાં આવી છે.

જો કે Redmi 7 Pro અને Redmi 7s જેવા સ્માર્ટફોનનું લોન્ચિંગ થવા છતાં શાઓમીનો ગ્રોથમાં વધુ વધારો જોવા મળ્યો નહિ. સેમસંગનો ગ્રોથ પણ લગભગ સમાંતરે રહ્યો. બે વર્ષ જૂના Realme નો ગ્રોથ વધુ જોવા મળ્યો. પ્રથમ ત્રિમાસિકમાં જ્યાં Realmeનો ગ્રોથ 7 ટકા હતો તે બીજા ત્રિમાસકિમાં વધીને 9 ટકાના સ્તરે પંહોચ્યો. શાઓમી અને રિયલમી બંને બ્રાન્ડસમાં બહુ ઝડપી ઓફલાઈન સેગમેંટમાં ઘૂસ મારવાના પ્રયાસ કરી રહ્યા છે.

આ વર્ષે બીજા ત્રિમાસિકમાં વાર્ષિક આધાર પર શાઓમીનો ગ્રોથ 6 ટકા રહ્યો. જે પહેલાના ત્રિમાસિકમાં શાઓમીની બજાર હિસ્સેદારી 29 ટકા હતી અને તેના શિપમેંટ વાર્ષિક આધાર પર 2 ટકા ઘટ્યો હતો. આ વર્ષના બીજા ત્રિમાસિકમાં સેમસંગની બજાર હિસ્સેદારી 25 ટકા રહી. વાર્ષિક આધાર પર સેમસંગનો શિપમેન્ટમાં હિસ્સો 7 ટકા રહ્યો પરંતુ ત્રિમાસિકના આધાર પર શિપમેંટ 30 ટકા વધ્યું.

શિપમેંટમાં તેજી આવવાનું કારણ A અને M સિરિઝનું શાનદાર પ્રદર્શન છે. ઇંડિયન સ્માર્ટફોન માર્કેટમાં 11 ટકાનું માર્કેટ શેર સાથે વીવો ત્રીજા નંબર પર રહી. તેમજ રિયલમી ચોથા નંબર પર રહી.

ચીનની કંપની ઓપ્પો 8 ટકાના બજાર હિસ્સેદારી સાથે પાંચમાં નંબરે રહી. બીજા ત્રિમાસિકમાં ઇંડિયન સ્માર્ટફોન માર્કેટમાં 3.7 કરોડ સ્માર્ટફોનનું શિપમેન્ટ થયું હતું. જો કે ફીચર ફોન માર્કેટમાં વાર્ષિક આધાર પર 39 ટકાનો ઘટાડો નોંધાયો.

Read Also

Related posts

ફ્લોપ ક્રિકેટરોની યાદીમાં પતિનું નામ જોઈ પત્નીનો પારો પહોંચ્યો સાતમા આસમાને

Mansi Patel

ખાનગી કંપનીમાં સેનેટાઈઝ બાદ વાહનો અંદર આવવા દેવાનું ભારે પડ્યું, કર્મચારીની બાઈકમાં લાગી ગઈ આગ

Harshad Patel

રાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા ખેતીના પાકને ભારે નુકશાન, ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!