GSTV
Home » News » ફક્ત 17 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે સ્માર્ટફોન, Xiaomi લાવી રહી છે દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર

ફક્ત 17 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે સ્માર્ટફોન, Xiaomi લાવી રહી છે દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર

વનપ્લસના સ્માર્ટફોન પોતાના ફાસ્ટ ચાર્જિંગ માટે જાણીતા છે પરંતુ હવે ટૂંક સમયમાં Xiaomi લાવી રહી છે દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર. જણાવી દઇએ કે Xiaomi પોતાની 100W સુપર ચાર્જ ટર્બો ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ત્યાં Xiaomiના પ્રેસિડેન્ટ લિનબિને તે વાતની ઘોષણા કરી છે કે મોટા પાયે તેનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે.

4000mAhની બેટરી ફક્ત 1 મિનિટમાં ચાર્જ થઇ જશે

Xiaomiની 100w સુપર ચાર્જ ટર્બો ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીની મદદથી 4000mAhની બેટરીવાળો સ્માર્ટફોન ફક્ત 17 મિનિટમાં ચાર્જ થશે. આ ટેક્નોલોજીનો મુકાબલો Oppoની 50wની સુપર VOOC ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી સાથે થશે. VOOV ચાર્જિંગ 3700mAhની બેટરીથી 17 મિનિટમાં ફક્ત 65 ટકા જ ચાર્જ થાય છે.

રેડમી સ્માર્ટફોનમાં આવશે આ ટેક્નોલોજી

રેડમીના જનરલ મેનેજર લૂ વેઇબિંગે જણાવ્યું કે કંપની 100w સુપર ચાર્જ ટર્બો ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને રેડમી સ્માર્ટફોનમાં યુઝ કરશે. કંપની ક્વોલકોમ હાઇ એન્ડ સ્નેપડ્રેગન 855 પ્રોસેસરથી સજ્જ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન પર હાલ કામ કરી રહી છે.

Xiaomiનો Redmi Y ભારતમાં થશે લૉન્ચ

સેલ્ફી લવર્સ માટે શાઓમી પોતાનો નવો સ્માર્ટફોન રેડમી વાય3ને ભારતમાં 24 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. તેમા 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા હશે. પર્ફોર્મન્સ માટે રેડમી વાય3માં સ્નેપડ્રેગન 7 સીરીઝ ચિપસેટમાં મળી શકે છે.

Read Also

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!