GSTV

Xiaomi એ પ્રતિબંધિત ચાઈનિઝ એપને લઈને પરેશાન પોતાના ગ્રાહકો માટે કરી મોટી ત્રણ જાહેરાત

ભારત સરકાર દ્વારા બે તબક્કામાં કેટલીય ચાઈનીઝ એપને બેન કરી દીધી છે. બેન કરેલી એપ્સમાં ચીનની ફોન કંપની શાઓમીની એપ્સ પણ સામેલ છે. કંપનીની MI BROWSER PRO તો ગત અઠવાડિયે જ બંધ કરી દીધી છે. આ બાદ શાઓમીના ફેન્સને પોતાના ડેટા અને પ્રાઈવસીને લઈને ચિંતા થવા લાગી હતી. એવામાં XIAOMI એ જાહેરાત કરી છે કે કંપની નવા MIUI વર્ઝન લાવી રહી છે. જેમાં કોઈ પણ બેન કરેલી ચાઈનીઝ એપ્સ પ્રિ ઇન્સ્ટોલ નહીં મળે. યુઝર્સ માટે નવું મીયી વર્ઝન આવનારા કેટલાક સમયમાં જ જારી કરવામાં આવશે.
શાઓમીએ બૈન એપ્સ બાબતે પોતાના ફેન્સને એક લેટર લખ્યો છે.

ગ્રાહકોનો ડેટા સુરક્ષિત રાખવો એ કંપનીની પ્રાથમિકતા

કંપનીએ કહ્યું કે શાઓમીનો કોઇ પણ ફોન ભારત સરકાર દ્વારા અવરોધિત એપ્લિકેશનો ચલાવતો નથી અને ગ્રાહકોનો ડેટા સુરક્ષિત રાખવો એ કંપનીની પ્રાથમિકતા છે. કંપનીએ જે છેલ્લા 6 વર્ષથી તેનું સમર્થન કરી રહ્યા છે તેના વિશ્વસનીય ચાહકોનો પણ આભાર માન્યો છે.

શાઓમીએ નવા એમઆઇયુઆઈ વર્ઝન સહિત ત્રણ જાહેરાતો કરી

આ સાથે જ શાઓમીએ નવા એમઆઇયુઆઈ વર્ઝન સહિત ત્રણ જાહેરાતો કરી. બીજી જાહેરાત ક્લીન માસ્ટર અંગે કરવામાં આવી હતી. શાઓમી તેના સ્માર્ટફોનમાં MIUI ક્લીનર એપ્લિકેશન આપે છે. મોટાભાગના વપરાશકર્તાઓ તેને ક્લીન માસ્ટર તરીકે સમજતા હતા. તો શાઓમીએ કહ્યું, ‘એમઆઈયુઆઈની પોતાની ક્લીનર એપ્લિકેશન છે અને અમે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ક્લીન માસ્ટર એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં નથી.

2018 થી ભારતના સર્વર્સ પર 100 ટકા ભારતીય વપરાશકારોનો ડેટા સંગ્રહિત કરાયો

શાઓમીએ કરેલી ત્રીજી જાહેરાત એ હતી કે તેઓ ભારત સરકાર દ્વારા નિર્ધારિત તમામ ડેટા ગોપનીયતા અને સુરક્ષા નિયમોનું સતત પાલન કરે છે. શાઓમીએ કહ્યું, 2018 થી ભારતના સર્વર્સ પર 100 ટકા ભારતીય વપરાશકારોનો ડેટા સંગ્રહિત કરાયો છે અને આ ડેટા ભારતની બહાર કોઈની સાથે શેર કરાયો નથી.

READ ALSO

Related posts

સૌરાષ્ટ્ર ઓઇલ મિલર્સ એસોસિએશનની ચૂંટણીમાં 4 વખતથી પ્રમુખપદે રહેલા સમીર શાહના એકચક્રી શાસનનો અંત

Nilesh Jethva

રાજ કપૂર જીવતા હોત તો કરીના કપૂરની આ ઇચ્છા પૂરી થઈ હોત, જાણો ‘સિધ્ધિમા’ની ઇચ્છા

Ankita Trada

6 વર્ષમાં ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓએ ગુજરાત માટે શું કર્યું?, ખેડૂતોને મળ્યું માત્ર ફદિયું

Karan
Do NOT follow this link or you will be banned from the site!