GSTV

ચીનના દુશ્મનો સામે લોહિયાળ જંગ લડવાની પ્રતિબદ્ધતા : એક ઈંચ જમીન નહીં છોડાય

ડોકલામ ટ્રાઈ જંક્શન ખાતે હવે ભારતીય ચોકીઓથી બચીને સડક બનાવવાની ચીન દ્વારા કોશિશો થઈ રહી હોવાના અહેવાલ છે. અંગ્રેજી અખબારે આના સંદર્ભે અહેવાલ પ્રકાશિત કર્યો છે. તો ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે ક્હ્યુ છે કે તેઓ પોતાના દેશની એક ઈંચ જમીન પણ છોડવાના નથી.

ડોકલામ વિસ્તારમાં ચીન ફરીથી સડક અને અન્ય સૈન્ય જરૂરિયાતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી ડોકલામ ક્ષેત્રમાં એક મરોડદાર સડક બનાવીને ભારતીય ચોકીઓથી બચવાની કોશિશ કરી રહી છે. અંગ્રેજી અખબારે આના સંદર્ભે અહેવાલ પ્રકાશિત કર્યો છે. અહેવાલ પ્રમાણે, સિક્કિમ-ભૂટાન-તિબેટના ટ્રાઈજંક્શન પર ડોકલામ નજીક ચીન દ્વારા જે માળખાગત સુવિધા ઉભી થઈ રહી છે. તે ભારતીય સુરક્ષા પ્રતિષ્ઠાનો માટે ચિંતાનું કારણ છે.

પીએલએ દ્વારા ભારતીય ડોકાલા સૈન્ય ચોકીની આસપાસ નિર્માણની કોશિશ થઈ રહી છે. આ વિસ્તાર ડોકલામની પ્રભાવી એક રિજ પર આવેલો છે. આ ચોકીથી ચાર કિલોમીટર દૂર ચીનની સેના 1.3 કિલોમીટર લાંબી એક સડક અને સંચાર ખાઈઓ તૈયાર કરી રહી છે. આ મરોડદાર સડકથી ચીનની સેના દક્ષિણ ડોકલામની જામ્ફેરી રિજ સુધી પહોંચવામાં કામિયાબ થઈ જશે. આ સ્થાન પર ચીનની સેના ગત વર્ષ પહોંચવા માંગતી હતી અને ભારત દ્વારા કાર્યવાહી બાદ 73 દિવસ સુધી સૈન્ય ગતિરોધની સ્થિતિ પેદા થઈ હતી. અહીંથી ચિકન્સ નેક તરીકે ઓળખાતા સિલિગુડી કોરિડોર પર સામરિક દબાણ વધવાનું જોખમ રહેલું છે. તેને કારણે ભારત આને લઈને ખાસું સંવેદનશીલ છે.

તો ચીનના ફરીથી ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે કહ્યુ છે કે દેશની એક ઈંચ જમીન પણ કોઈને હડપવા દેવામાં નહીં આવે. નેશનલ પીપલ્સ કોંગ્રેસના 18 દિવસના સત્રના પૂર્ણ થવા પર અને બીજા કાર્યકાળની શરૂઆતમાં જિનપિંગે આના સંદર્ભે વાત કરી હતી. એનપીસીના સમાપન સત્રમાં જિનપિંગે ચીનના દુશ્મનો સામે લોહિયાળ જંગ લડવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરીને ઈંચ-ઈંચ જમીનની સુરક્ષા કરવાની વાત પણ કરી હતી.

Related posts

ભારતનાં એજન્ટ છે નવાઝ શરીફ, નરેન્દ્ર મોદી સાથે ચુપચાપ કરે છે વાત

Mansi Patel

ટેક્સાસનાં નળનાં પાણીમાં મળ્યો મગજ ખાતો જીવલેણ અમીબા, Naegleria Fowleriને લઈને જાહેર કરાઈ ચેતવણી

Mansi Patel

ચીનની ક્રૂરતા : કોરોનાની અપ્રમાણિત રસીનો હજારો લોકો પર કરી રહ્યું છે પ્રયોગ, જાણી જોઈને લોકોની જિંદગી સામે રમત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!