GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

વિશ્વના આ સૌથી બે તાકાતવાર નેતાઓ આ શહેરમાં મળશે, જાણો શું છે ઐતિહાસિક મહત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની સૌપ્રથમ મુલાકાત મહાબલિપુરમના અર્જુન તપસ્યા સ્મારક પર થશે. અર્જુન તપસ્યા સ્મારકનું નિર્માણ 7મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ સ્થળ 43 ફૂટ ઉંચાઇ પર સ્થિત છે. અહીં ખુલ્લી જગ્યામાં એક પથ્થર પર સ્તંભ રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર જ અર્જુને દુશ્મનોનો વધ કરવા માટે ભગવાન શિવ પાસેથી શસ્ત્રો મેળવવા માટે ઘણું જ કઠોર તપ કર્યું હતું. અહીં અસાધારણ સુંદરતાવાળી અનેક મૂર્તિઓ છે.

અર્જુન તપસ્યા સ્મારક                                        

  • ૭મી સદીમાં સ્મારકનું નિર્માણ
  • ૪૩ ફૂટ ઊંચાઇ પર સ્થિત સ્મારક
  • ખુલ્લી જગ્યામાં એક પથ્થર પર રાખવામાં આવ્યો છે સ્તંભ
  • અહીં અર્જુને ભગવાન શિવ પાસેથી શસ્ત્રો મેળવવા ઘણું કઠોર તપ કર્યું હોવાની માન્યતા
  • અહીં અસાધારણ સુંદરતાવાળી અનેક મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર

અર્જુન તપસ્યા સ્મારક બાદ પીએમ મોદી અને શી જિનપિંગ ગણેશ રથ મંદિર જશે. ગણેશ રથ મંદિરનું નિર્માણ દ્રવિડ શૈલીમાં કરવામાં આવ્યું છે. આ મંદિર અર્જુન તપસ્યા સ્મારકની ઉત્તર દિશામાં સ્થિત છે. આ મંદિરને એક ચટ્ટાન પર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે. જેની આકૃતિ એક રથ જેવી દેખાય છે. પ્રારંભમા આ મંદિર ભગવાન શિવની આરાધના માટે જાણીતું હતું પરંતુ બાદમાં આ મંદિર ગણેશજીને સમર્પિત કરવામાં આવ્યું.

ગણેશ રથ                                                        

  • દ્રવિડ શૈલીમાં કરવામાં આવ્યું મંદિરનું નિર્માણ
  • અર્જુન તપસ્યા સ્મારકની ઉત્તર દિશામાં સ્થિત ગણેશ રથ
  • એક ચટ્ટાન પર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે મંદિર
  • મંદિરની આકૃતિ એક રથ જેવી હોવાથી ગણેશ રથ નામ
  • પ્રારંભમાં ભગવાન શિવની આરાધના માટે જાણીતું હતું મંદિર
  • ગણેશજીને સમર્પિત કરવામાં આવ્યું મંદિર

ગણેશ રથ મંદિર બાદ બંને નેતાઓ વિખ્યાત કૃષ્ણ બટર બોલ સ્થળે જશે. કૃષ્ણ બટર બોલ એક વિશાળકાય પથ્થર છે… જે 45 ડિગ્રીના ખૂણે એક પહાડ પર અટકેલો છે. એવું માનવામાં આવે છે કે આ પથ્થર કૃષ્ણના પ્રિય ભોજન માખણનું પ્રતીક છે આથી તેને કૃષ્ણ બટર બોલ તરીકે ઓળખવામાં આવે છે. આ પથ્થરનું વજન 250 ટન છે અને તે 20 ફૂટ ઊંચો અને 5 મીટર પહોળો છે. આ પથ્થરને નિહાળવા દેશ-વિદેશથી બહોળી સંખ્યામાં પર્યટકોની ભીડ ઉમટે છે. મદ્રાસના ગવર્નર આર્થરે વર્ષ 1908માં આ પથ્થર હટાવવાનો આદેશ આપ્યો હતો અને તેના માટે 7 હાથીઓ પણ કામે લગાડવામાં આવ્યા હતા.પરંતુ 7-7 હાથીઓ પણ વૈજ્ઞાનિકો માટે કોયડો બનેલા આ પથ્થરને હલાવી શક્યા નહીં.

કૃષ્ણ બટર બોલ                                                

  • ૪૫ ડિગ્રીના ખૂણે એક પહાડ પર અટકેલો વિશાળકાય પથ્થર
  • ભગવાન કૃષ્ણને પ્રિય એવા માખણનું પ્રતિક હોવાથી બટર બોલ તરીકે પ્રખ્યાત
  • પથ્થરનું વજન ૨૫૦ ટન
  • ૨૦ ફૂટ ઊંચો અને ૫ મીટર પહોળો પથ્થર
  • ૭ હાથીઓ સાથે મળીને પણ નથી હટાવી શક્યા પથ્થર
  • પથ્થરનું નિર્માણ વૈજ્ઞાનિકો માટે પણ કોયડો

મહાબલિપુરમના સૌથી દર્શનીય સ્થળો પૈકીના એક એવા પંચ રથ મંદિરનું નિર્માણ પલ્લવ વંશના રાજાઓએ કરાવ્યું હતું. આ પાંચેય રથનું નામ પાંડવો અને મહાભારતના અન્ય પાત્રોના નામ મુજબ રાખવામાં આવ્યું છે. પંચ રથ મંદિરનો પણ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરાયો છે. પ્રવેશદ્વાર પર સ્થિત પ્રથમ રથ દ્રોપદી રથ છે. અને આ રથ દેવી દુર્ગાને સમર્પિત છે. જે બાદ અર્જુન રથ આવે છે જે ભગવાન શંકરને સમર્પિત છે.

પંચ રથ મંદિર                                                    

  • મહાબલિપુરમના સૌથી દર્શનીય સ્થળો પૈકીનું એક
  • પલ્લવ વંશના શાસન દરમ્યાન થયું મંદિરનું નિર્માણ
  • પાંચેય રથનું નામ પાંડવો અને મહાભારતના અન્ય પાત્રોના નામ મુજબ
  • પ્રવેશદ્વાર પર સ્થિત પ્રથમ રથ દ્રોપદી રથ
  • દેવી દુર્ગાને સમર્પિત છે દ્રોપદી રથ
  • ભગવાન શંકરને સમર્પિત છે અર્જુન રથ

મહાબલિપુરમના મુખ્ય પર્યટન સ્થળમાં શોર મંદિરનો સમાવેશ થાય છે. શોર મંદિરમાં વિષ્ણુ મંદિર પણ સામેલ છે. શોર મંદિરનું નિર્માણ ભગવાન શંકરના બે મંદિરો વચ્ચે કરવામાં આવ્યું છે. આ મંદિરના નિર્માણમાં ગ્રેનાઇટના બ્લોકનો ખુબ સુંદર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. શોર મંદિરનું અદ્દભૂત સ્થાપત્ય દ્રવિડ શૈલીમાં કરવામાં આવ્યું છે. તમિલનાડુના દરિયાકાંઠે આવેલા આ મંદિરની મુલાકાતે દેશ-વિદેશના પર્યટકો બહોળી સંખ્યામાં આવે છે.

શોર મંદિર                                                        

  • મહાબલિપુરમનું મુખ્ય પર્યટન સ્થળ શોર મંદિર
  • દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું મંદિરનુ અદ્ભૂત સ્થાપત્ય
  • શોર મંદિરમાં વિષ્ણુ મંદિર પણ સામેલ
  • ભગવાન શંકરના બે મંદિરો વચ્ચે કરવામાં આવ્યું મંદિરનું નિર્માણ
  • ગ્રેનાઇટના બ્લોકનો ખૂબ સુંદર રીતે ઉપયોગ કરીને બનાવાયું મંદિર

READ ALSO

Related posts

નિસર્ગ વાવાઝોડું: તંત્રએ 8 જિલ્લામાંથી 63 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા, રાજ્યમાં 18 NDRFની ટીમ તૈનાત

pratik shah

શેમ્પૂમાં મિક્સ કરો તમારા રસોડાની આ 1 વસ્તુ, દૂર થશે વાળની 5 સમસ્યાઓ

GSTV Web News Desk

જૂની Jewelry વેચીને નવી ખરીદતાં હોવ તો તમે પોતાનું જ કરી રહ્યાં છો નુકસાન, જાણો કેવી રીતે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!