GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

BIG NEWS/ ગુજરાતીઓ ચેતજો, રાજ્યમાં કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા વેરિએન્ટ XEની એન્ટ્રી, જાણી લો લક્ષણો

કોરોના

ગુજરાતમાં ઘટી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચોંકાવનારા સમાચાર મળી રહ્યાં છે. કોરોનાના સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોનના સબ વેરિએન્ટ XEનો કેસ ગુજરાતમાં નોંધાયો છે. આ દર્દીનો કોરોના ટેસ્ટ 13 માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો અને એક અઠવાડિયામાં તે સ્વસ્થ થઇ ગયો હતો.

  • ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની થઇ એન્ટ્રી
  • ગુજરાતનાં વડોદરામાં XE વેરિએન્ટનો પહેલો કેસ
  • ગોત્રીનાં પુરુષ દર્દીનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
  • સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાઇ તપાસ
  • દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે હાથ ધરાઇ તપાસ

જાણવા મળ્યા મુજબ 3 દિવસ પહેલા મહારાષ્ટ્રથી વડોદરા આવેલા વ્યક્તિના કોવિડ ટેસ્ટમાં XE વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે. ગોત્રી વિસ્તારના તે પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે દર્દીના સીધા સંપર્કમાં આવેલા 2 લોકોનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

મુંબઈથી આવેલા યુવકમાં કોરોનાના નવા વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા હતાં. તે મુંબઈથી આવ્યા બાદ હોટેલમાં રોકાયો હતો. તેણે તાવના લક્ષણો જોવા મળતાં ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો. આ ઘટના 4 માર્ચની છે. યુવકનો રીપોર્ટ XE પોઝિટિવ આવ્યો છે જ્યારે તેની પત્નીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલ બંને ક્યાં છે તેનાથી તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોગ્ય વિભાગમાં દર્દીને શોધવા દોડધામ થઈ રહી છે.

કોરોના

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટ XEની એન્ટ્રી છે. આ સાથે ગુજરાતમાં XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો. જોકે, તેની સત્તાવાર પુષ્ટી હજી બાકી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જીનોએક્સપર્ટ XE વેરિયન્ટ અંગે અભ્યાસ કરી રહ્યા છે. દેશના અલગ-અલગ રાજ્યોમાં ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ મળ્યો છે.

કોરોનાનો XE વેરિયન્ટ ભારત સહિત દુનિયાભરમાં ચિંતાનો વિષય બન્યો છે. કેટલાક અભ્યાસમાં એવું સામે આવ્યુ કે, XE વેરિયન્ટ તમામ વેરિયન્ટની તુલનામાં વધારે સંક્રમણ ફેલાવે છે. જેનું સંક્રમણ 10 ગણું વધારે ઝડપથી ફેલાય છે. મહારાષ્ટ્રમાં XE વેરિયન્ટ સામે આવતા કેન્દ્ર સરકારે XE વેરિયન્ટની પુષ્ટી કરવા ઇનકાર કર્યો હતો. તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યુ હતુ કે, XE વેરિયન્ટના શંકાસ્પદ દર્દીની તબીયત સારી છે. અને તેના સંપર્કમાં આવેલા તમામ લોકોનો કોરોના રિપોર્ટ નેગિટિવ છે.

ઓમિક્રોન

શું છે XE વેરિઅન્ટ

આ વર્ષે દેશમાં કોરોનાના કુલ કેસોમાંથી 90 ટકા કેસ ઓમિક્રોનના મળ્યા હતા. ઓમિક્રોનના બે સબ વેરિઅન્ટ BA.1 અને BA.2 છે. તેનું BA.3 વેરિઅન્ટ પણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ નવું XE વેરિઅન્ટ સૌપ્રથમ યુનાઈટેડ કિંગડમ (યુકે)માં 19 જાન્યુઆરીએ જોવા મળ્યું હતું. ત્યારથી સેંકડો અહેવાલો અને પુષ્ટિઓ કરવામાં આવી છે. તે અન્ય બે ઓમિક્રોન વેરિઅન્ટ BA.1 અને BA.2 નું મ્યુટન્ટ હાઇબ્રિડ છે અને વૈશ્વિક સ્તરે ફેલાઈ રહ્યું છે.

મહત્વની જાણકારીઓ

  1. કોરોના વાયરસનો XE વેરિઅન્ટ અત્યાર સુધીનો સૌથી ચેપી વેરિઅન્ટ હોઈ શકે છે.
  2. 2.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું (WHO) કહેવું છે કે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ BA.2ની તુલનામાં XE વેરિઅન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી લાગે છે.
કોરોના
  1. WHOના કહેવા પ્રમાણે હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટના ભાગરૂપે XE મ્યુટેશનને ટ્રેક કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરાનો સમાવેશ થાય છે.
  2. યુકેમાં 19 જાન્યુઆરીએ પહેલી વાર તેની શોધ થઈ ત્યારથી લગભગ 637 કેસ નોંધાયા છે.
  3. યુકેની હેલ્થ એજન્સી 3 વેરિઅન્ટ XD, XE અને XFનો અભ્યાસ કરી રહી છે. XD એ BA.1 ઓમિક્રોન વેરિઅન્ટનો હાઈબ્રિડ છે અને XFએ ડેલ્ટા અને BA.1નો ‘Recombinant’ વેરિઅન્ટ છે.
  4. અહેવાલમાં યુકે હેલ્થ સુરક્ષા એજન્સી (UKHSA)ના મુખ્ય તબીબી અધિકારી સુસાન હોપકિંસ કહ્યું હતું કે, આવા પ્રકારના વેરિઅન્ટને ‘Recombinant’ તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે ‘અપેક્ષાકૃત જલ્દી’ ખતમ થઈ જાય છે.
  5. થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ XE વેરિઅન્ટ મળી આવ્યો છે. WHOએ કહ્યું હતું કે, મ્યુટેશન વિશે બીજું કંઈ કહી શકાય તે પહેલાં વધુ ડેટાની જરૂર છે.
  6. આ વાતનો કોઈ પુરાવો નથી કે, XEના લક્ષણો ગંભીર છે, અત્યાર સુધીમાં ઓમિક્રોનના તમામ વેરિઅન્ટમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.

Read Also

Related posts

Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ

Zainul Ansari

મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી

Zainul Ansari

BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો

Hardik Hingu
GSTV