GSTV
India News ટોપ સ્ટોરી

કોરોના/ XEના વેરિએન્ટે વધારી ચિંતા : મુંબઈના સાંતાક્રુઝમાં એક કેસ મળ્યો, ટ્રાવેલ હિસ્ટ્રી છે ગુજરાત

કોરોના

હવે મુંબઈના સાંતાક્રુઝમાં Omicronના સબ-વેરિઅન્ટ XEથી સંક્રમિત વ્યક્તિનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે 11 માર્ચના રોજ કામ માટે વડોદરા ગયો, જ્યાં હોટલમાં મીટિંગમાં હાજરી આપ્યા બાદ તેની તબિયત લથડી હતી. જ્યારે તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે તે સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ BMCએ પુષ્ટિ કરી હતી કે મુંબઈમાં એક વિદેશી મહિલા XE થી સંક્રમિત છે, પરંતુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે XE ના કેસને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

વિદેશી મહિલાને બંને ડોઝ લીધા હતા

મુંબઈમાં XE વેરિઅન્ટના સંપર્કમાં આવેલી 50 વર્ષીય વિદેશી મહિલાએ કોરોનાની બંને રસી લીધી હતી. મહિલા એસિમ્પટમેટિક હતી. તેમનામાં કોરોનાના કોઈ લક્ષણો હતા નહિ. તેઓ 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યા હતા. આ પહેલા તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી.

XEનો કેસ ગુજરાતમાં પણ જોવા મળ્યો

કોરોના

કોરોનાના નવા વેરિઅન્ટ XEએ ગુજરાતમાં દસ્તક આપી છે. 13 માર્ચે એક વ્યક્તિ કોવિડ પોઝિટિવ આવ્યો હતો પરંતુ એક અઠવાડિયા પછી તેની તબિયત સારી હતી. જ્યારે ટેસ્ટના પરિણામો આવ્યા ત્યારે તે વ્યક્તિ XE વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું.

BA.2 કરતાં 10% વધુ ઘાતક

જો નવો વેરિઅન્ટ XE Omicronના પેટા વેરિઅન્ટ BA.2 કરતાં લગભગ 10 ટકા વધુ ચેપી હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. XE એ Omicronના બે સબલાઇનેજ BA.1 અને BA.2 નો રિકોમ્બિનન્ટ સ્ટ્રેઇન છે. WHO એ કહ્યું છે કે જ્યાં સુધી તેના ટ્રાન્સમિશન રેટ અને રોગના વર્તનમાં નોંધપાત્ર ફેરફાર જોવા ન મળે ત્યાં સુધી તેને Omicron વેરિયન્ટ સાથે જ જોડવામાં આવશે.

Read Also

Related posts

મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ

Nakulsinh Gohil

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?

Nakulsinh Gohil
GSTV