GSTV
Home » News » ચીનમાં મોટું પરિવર્તન : જિનપિંગ હવે ચાહે તો ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે સેવારત રહી શકશે

ચીનમાં મોટું પરિવર્તન : જિનપિંગ હવે ચાહે તો ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે સેવારત રહી શકશે

ચીનમાં તાનાશાહીને મંજૂરી મળી ગઈ છે. હવે શી જિનપિંગ ઈચ્છશે ત્યાં સુધી ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે સેવારત રહી શકશે. અત્યાર સુધી ચીનમાં રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખને મહત્તમ બે ટર્મ સુધી સત્તામાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે ચીનની સંસદે રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે બે કાર્યકાળની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. જેના કારણે જિનપિંગ હવે ચાહે તો જીવનભર ચીનના રાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યરત રહી શકશે.

ચીનના રાજકારણમાં એક મોટું પરિવર્તન થયું છે. આ પરિવર્તન માત્ર ચીન જ નહીં. પણ ચીનના તમામ પાડોશી દેશો અને વૈશ્વિક પ્રવાહોને અસર કરનારું છે. ચીનના હાલના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ હવે આજીવન પ્રેસિડેન્ટ રહી શકશે. માત્ર રાષ્ટ્રપ્રમુખ જ નહીં. પણ ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ પણ જિંદગીભર પોતાના પદ પર રહી શકશે. ચીનના બંધારણમાં અત્યાર સુધી રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખને મહત્તમ બે કાર્યકાળ સત્તામાં રહેવા માટે મળતા હતા.

ચીનની સંસદે બંધારણીય સુધારો કરીને રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ પદ માટે મહત્તમ બે ટર્મની અનિવાર્યતાને જિનપિંગને અમાપ શક્તિ આપવાના ઈરાદે સમાપ્ત કરી છે. આ પરિવર્તનથી શી જિનપિંગ હવે આજીવન ચીનના રાષ્ટ્રપ્રમુખ રહેશે અને એક રીતે ચીનની સામ્યવાદી વ્યવસ્થામાં તેઓ તાનાશાહીને આજીવન ચલાવી શકશે. ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસના લગભગ ત્રણ હજાર સાંસદોમાંથી બે તૃતિયાંશ સાંસદોએ બે કાર્યકાળની બંધારણીય અનિવાર્યતાને સમાપ્ત કરવા માટે વોટિંગ કર્યું છે.

ચીનમાં સિંગલ પાર્ટી પોલિટિકલ સિસ્ટમ છે. ચીનની સત્તારુઢ કમ્યુનિસ્ટ પાર્ટીની ટોચની સાત સદસ્યોની સ્થાયી સમિતિએ પહેલા જ આ બંધારણીય સંશોધનને મંજૂરી આપી દીધી હતી. ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસને એક અધિકાર વગરની સંસદ તરીકે જોવામાં આવે છે. એનપીસી હંમેશા કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના તમામ પ્રસ્તાવોને મંજૂરી આપી દેવાનું કામ કરે છે. તેવામાં આ બંધારણીય સંશોધનના પણ સંસદમાં કોઈપણ અડચણ વગર ધ્વનિમતથી પારીત થવાની પુરેપુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાના સંસ્થાપક અધ્યક્ષ માઓ-ત્સે-તુંગ બાદ ગત બે દશકાઓથી સીપીસીના નેતા બે ટર્મની અનિવાર્યતાનું પાલન કરતા રહ્યા છે. આની પાછળનો ઉદેશ્ય ચીનની સામ્યવાદી વ્યવસ્થાને કોઈ એક નેતાની તાનાશાહીથી બચાવવાનો હતો. પરંતુ હવે એનપીસીના બંધારણીય સંશોધનને મંજૂર કરાયા બાદ 64 વર્ષીય શી જિનપિંગ જીવનભર ચીનના રાષ્ટ્રપ્રમુખ પદે આસિન રહી શકશે. હાલ જિનપિંગનો પાંચ વર્ષનો બીજો કાર્યકાળ ચાલી રહ્યો છે.

જૂની વ્યવસ્થા મુજબ જિનપિંગને દશ વર્ષના રાષ્ટ્રપ્રમુખ તરીકેના કાર્યકાળના સમાપ્ત થયા બાદ 2023માં રિટાયર થવાનું હતું. માઓ-ત્સે-તુંગ બાદ શી જિનપિંગને ચીનના સૌથી મજબૂત નેતા માનવામાં આવે છે. કારણ કે તેઓ ચીનના રાષ્ટ્રપ્રમુખ હોવાની સાથે જ સીપીસીના મહાસચિવ અને પીપલ્સ લિબરેશન આર્મીના પ્રમુખ પણ છે. ચીનના આ બંધારણીય સંશોધનની વૈશ્વિક પ્રવાહો પર ઘણી વ્યાપક અસરોની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.

Related posts

CAA પર પાકિસ્તાનમાં UN પ્રમુખનું નિવેદન : આ કાયદાથી મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ શકે છે

Mayur

રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં ‘નાઝી’ અને ‘હિટલર’ના શબ્દની ઝલક દેખાય છે

Mayur

દુનિયા જોશે અમદાવાદની મહેમાનગતી, ટ્રમ્પની ભારત મુલાકાતનું આ છે શિડ્યુઅલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!