GSTV
Home » News » WWEમાં એનિમલ બતિસ્તાનું કમબેક, આ તારીખે જોવા મળશે ભારતમાં

WWEમાં એનિમલ બતિસ્તાનું કમબેક, આ તારીખે જોવા મળશે ભારતમાં

વિરોધી પહેલવાનોને ઘડીના છઠ્ઠા ભાગમાં પોતાના ફિનીશીંગ મૂવ શિટબોટ પાવરબોમ્બથી પછાડી દેતો સુપસ્ટાર બતિસ્તા વાપસી કરે તેની ફેન્સને આશા હતી. જોકે એક સમયે બતિસ્તાએ કમબેક કરવાની ના પાડેલી. પણ હવે ફરી બતિસ્તા કમબેક કરવાનો હોવાની વાતોએ હેડલાઇન બનાવી છે. અને આ વખતે તો સુપરસ્ટારે જ કહી દીધું છે કે તે કમબેક કરી રહ્યો છે.

2014 બાદ WWEનો સુપરસ્ટાર બતિસ્તા આ શોમાં નથી દેખાયો. સ્મેકડાઉન કે રોમાંથી એક્ઝિટ લઇ તેણે ધ રોકની જેમ ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કર્યું. આ વર્ષે જ આવેલી ફિલ્મ અવેન્જર્સ ઇન્ફિનીટી વોરમાં તે ડ્રેક્ષ ધ ડિસ્ટ્રોયરના કિરદારમાં જોવા મળ્યો હતો. જે ફિલ્મે વિશ્વભરમાં કમાણીના કિર્તીમાન સ્થાપી દીધા હતા.

છેલ્લા કેટલાય સમયથી WWEની રિંગમાંથી બહાર રહેલો આ સ્ટાર રિંગમાં પરત ફરે તેવી ફેન્સને આશા હતી અને એ શુભઘડી પણ સામે આવી ગઇ છે.

16 ઓક્ટોબરે એટલે કે ભારતમાં 17 ઓક્ટોબરે wweની મેગા ઇવેન્ટ સ્મેકડાઉનનો 1000મો એપિસોડ સામે આવશે. જેમાં બતિસ્તા નજર આવવાનો છે. આ પહેલા બતિસ્તાએ કહ્યું હતું કે, WWE તરફથી મને કોઇ પણ પ્રકારનું આમંત્રણ નથી મળ્યું પરંતુ હવે 1000માં એપિસોડમાં બતિસ્તા જોવા મળશે. જ્યાં ઇવોલ્યુશનની ટીમ રેન્ડી ઓર્ટન, ટ્રીપલ એચ, રિક ફ્લેર અને બતિસ્તા એકસાથે દેખાશે.

 

Related posts

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah

WI VS BAN WC-2019: બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

Path Shah

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!