GSTV

WWE: કોબ્રા, અજગર, રીંછ અને મગર લઈને પહોંચતા રેસલર, વિચિત્ર પ્રકારની એન્ટ્રી કરી દર્શકોને ચોંકાવતા ફાઈટર

WWE માં કેટલાય એવા રેસલર્સ છે જે પોતાના દાવ અને સ્ટાઈલ માટે લોકોમાં ખૂબ જ મશહૂર થયા છે. પણ અમુક રેસલર્સ એવા પણ છે, જે રિંગમાં તેમની એન્ટ્રીનો અંદાજ ખૂબ જ અનોખો છે. જેમાં અમુક રેસલર્સ એવા પણ છે. જે જાનવરોને લઈ રિંગમાં પહોંચતા હોય છે. મોકો જોઈ જાનવરોથી વિરોધીઓ પર હુમલો કરાવતા હોય છે. તો આવો જાણીએ આવા રેસલર્સ વિશે…

જૈક દ સ્નેક રોબર્ટ્સ


જૈક દ સ્નેક રોબર્ટ્સ, નેવુના દાયકામાં આ નામ ખૂબ જ પ્રખ્યાત હતું. WWEની રિંગમાં જૈકની એન્ટ્રી થતાં લોકોમાં ઉત્સાહ વધી જતો હતો. જેનું સૌથી મોટુ કારણ એ છે કે, તે અજગર અને કોબરા લઈને આવતો હતો. જૈકે ઘણી વાર પોતાના વિરોધીઓ પર કોબરા છોડ્યો હતો. બાદમાં બેભાન અવસ્થામાં રેસલર્સને હોસ્પિટલમાં લઈ જવો પડતો હોય છે.

રિકી દ ડ્રેગન સ્ટીમબોટ


રિકી દ ડ્રેગન સ્ટીમબોટ WWE સૌથી મહત્વના રેસલર્સમાના એક હતા. પોતાના સમયમાંરિકી ઘણા પ્રખ્યાત હતા. 80ના દાયકામાં લોકોની વચ્ચે જબરદસ્ત દિવાનગી હતી. તે રિંગમાં મોટા ભાગે મગરને લઈને આવતા હતા. 1986માં સેટર ડે નાઈટ મેન ઈવેન્ટ દરમિયાન તે અજગર સાથે આવેલા જૈકને મગરે માત આપી હતી.

બિગ શોએ અંડટેકરનો ચોંકાવ્યો

20 ફેબ્રુઆરી 2003માં થયેલા સ્મેકડાઉન દરમિયાન WWE સુપરસ્ટાર બિગ શોએ અંડરટેકરને ચોંકાવી દીધો હતો. હકીકતમાં જોઈએ તો, અંડરટેકરની સામે રિંગમાંબે બોક્સ હતા. અને પહેલા બોક્સમાં બિગ શોએ કુતરાને રાખ્યા હતા. જો કે, બીજા બોક્સમાં કશું હતું નહીં, જે બાદ બંને વચ્ચે ખૂબ જ લડાઈ થઈ હતી.

એરિક રોવન


માર્ચ 2020માં એરિક રોવન એક બોરીને બંધ કરી રહસ્યમય વસ્તુ લઈ આવ્યો હતો. જો કે, આ દરમિયાન તેણે એક બોક્સમાંથી વિંછી કાઢ્યા હતા. રોવનના હાથમાં વિંછી જોઈને લોકો હૈરાન થઈ ગયા હતા.

ટોરી વિલ્સન


WWE હોલ ઓફ ફેમર ટોરી વિલ્સન મોટા ભાગે પોતાના કુતરાઓ સાથે રિંગમાં દેખાય છે. કહેવાય છે કે, WWE સામેલ થયા બાદ તેણે વર્ષમાં લગભગ 300 દિવસ સુધી કામ કર્યું. ટોરી એક રેસલરની સાથે સાથે મોડલ અને એક્ટ્રેસ પણ છે.

સ્કોટ સ્ટાઈનર

23 ઓક્ટોબર 2000ના દિવસે સ્કોટ સ્ટાઈનરે તમામ દર્શકોને ચોંકાવી દીધા હતા. હકીકતમાં તે એક વાઘને લઈ રિંગમાં એન્ટ્રી કરી હતી. જેને જોઈ દર્શકો હૈરાન થઈ ગયા હતા.

બિગ જોશ

નામ બદલવા માટે પ્રખ્યાત રેસલર્સ મૈટ ઓસબોર્ન ઉર્ફ બિગ જોશ રેસલિંગની દુનિયામાં જાણીતુ નામ છે. નેવુના દાયકાામં બિગ જોશ રીંછ સાથએ રિંગમાં ઉતરતો હતો. મોટા ભાગે તે રિંગમાં જોકર બનીને આવતો હતો.

READ ALSO

Related posts

મહિલા ક્રિકેટ/ લાંબા સમય બાદ જાહેર થઈ મહિલા ક્રિકેટની સિલેક્શન કમિટી, નીતૂ ડેવિડ બન્યા ચીફ સિલેક્ટર

Pravin Makwana

પશ્ચિમ બંગાળમાં આ તારીખથી ખુલી રહ્યા છે સિનેમા અને થિયેટર, આવી ગયો મુખ્યમંત્રીનો આદેશ

Pravin Makwana

ડ્રગ્સ કેસ : દીપિકાની આજે NCB કરશે પૂછપરછ, આ સવાલોના આપવા પડશે જવાબો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!