રામાયણ સિરીયલમાં હનુમાનના પાત્રમાં નજર આવનારા મશહૂર રેસલર અને એક્ટર દારાસિંહને wwe હોલ ઓફ ફેમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. રેસલિંગની દુનિયાના સૌથી મોટા શો રેસલમેનિયાની શરૂઆતમાં દારા સિંહને હોલ ઓફ ફેમથી સન્માનિત કરી wweએ ભારતમાં પોતાની પોપ્યુલારીટીનો વધુ એક નમૂનો આપી દીધો છે.
1968માં દારાસિંહ પ્રથમવાર રેસલિંગની રિંગમાં ઉતર્યા હતા. જ્યાં તેમણે ડબલ્યુ ડબલ્યુ એફનું ટાઈટલ મેળવ્યું હતું. એ સમયના ખતરનાક રેસલર ગણાતા કિંગકોંગને તેમણે ધૂળ ચાટતો કરી દીધો હતો. આ સિવાય દારાસિંહને રૂસ્તમે હિંદના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે. રેસલિંગમાં તેમનો સૂરજ ચઢતો હોવા છતા, તેમણે 1983માં ડબલ્યુ ડબલ્યુ એફને અલવિદા કરી દીધુ હતું.
હાલ તો ભારત માટે આ ખુશ ખબર છે કે, ભારતના કોઈ ખેલાડીને અમેરિકાના હોલ ઓફ ફેમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હોય, પરંતુ દુખની વાત એ છે કે હવે દારાસિંહ આપણી વચ્ચે નથી. કદાચ આ તેમને આપવામાં આવેલું સૌથી મોટું સન્માન ગણવું રહ્યું.