GSTV
Gujarat Government Advertisement

વુહાનથી પરત ફરેલા કાશ્મીરી વિદ્યાર્થી સાથે પીએમ મોદીએ કરી વાત, કહ્યું લોકડાઉન…

Last Updated on March 29, 2020 by Karan

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરોનાની ખરાબ રીતે પ્રભાવિત ચીનના વુહાન શહેરમાંથી ભારત પરત ફરેલા કાશ્મીરના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી. આ વિદ્યાર્થીઓએ પીએમ મોદી (PM Narendra Modi)ની સાથે પોતાનો અનુભવ શેર કર્યો હતો. પીએમ મોદી સાથે ફોન પર વાત કરતા એક વિદ્યાર્થીઓએ કહ્યુ કે, વુહાનમાં જ્યારે લોકડાઉનની જાહેરતા કરવામાં આવી ત્યારે પોતે ખુદ મોડીકલ સ્ટુડન્ડ હોવા છતા ડરી ગયો હતો.

વિદ્યાર્થીએ પીએમનો આભાર માન્યો

કશ્મીરના બનિહાલના રહેવાસી નિજામુર રહમાને પીએમ સાથે વાતચીતમાં ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યુ હતુકે, પરિસ્થિતિ ખરાબ થાય તે પહેલા જ ભારત સરકારે તે લોકોને ત્યાંથી કાઢી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, નિજામુર રહમાન 60 કશ્મીરી વિદ્યાર્થીઓ સાથે વુહાનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ થકી ભારત આવ્યા હતા.

જેલ નથી લોકડાઉન

પીએમએ જ્યારે રહમાનને વુહાનમાં પોતાનો અનુભવ પૂછ્યો તો, આ સ્ટુડન્ટે કહ્યુ હતુ કે, તેનો વધારે પડતો સમય લોકડાઉનમાં જ પસાર થતો હતો. વાતચીત દરમિયાન પીએમએ કહ્યુ કે, લોકો સમજે છે કે, લોકડાઉન જેલ જેવુ છે, પરંતુ એવું નથી. ત્યારે પીએમની વાતો સાથે સહમતિ દર્શાવતા રહમાને કહ્યુ છે કે, કોરોના સામે લડવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે. કારણ કે, લોકડાઉન થકી જ આ ભયંકર બીમારીના સંક્રમણને રોકા શકાય છે.

પીએમ મોદીએ નર્સ સાથે ફોન પર કરી વાત

ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદીએ પૂણેના નાયડૂ હોસ્પીટલની નર્સ છાયા સાથે વાત કરી હતી અને તેમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. છાયાએ પીએમને કહ્યુ કે, મને મારા પરિવારની ચિંતા છે, પરંતુ આ ક્ષણમાં લોકોની સેવા કરવો મારો ધર્મ છે. હું બંને તરફ મેનેજ કરી રહી છું. ઉલ્લેખનીય છે કે, ચીનના હુબેઈ રાજ્યનું વુહા શહેર કોરોના વાયરસના સંક્રમણનું કેન્દ્ર છે. આ શહેરમાંથી જ કોરોના વાયરસ બીજા શહેરમાં ફેલાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નિષ્ણાંતોના મતે / હર્ડ ઈમ્યુનિટી દ્વારા કોઈ પણ દેશને મહામારીમાંથી ના બચાવી શકાય, વાયરસ સામે માત્ર એક જ હથિયાર

Dhruv Brahmbhatt

ગુજરાતના આ બોલરની ટીમ ઇન્ડિયા દ્વારા ઇંગ્લેન્ડના પ્રવાસ માટે પસંદગી, જાણો કોણ છે આ ખેલાડી

Dhruv Brahmbhatt

સંક્રમણના મુદ્દે સરકારનું સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું, હાલની પરિસ્થિતિ મુદ્દે જણાવી મહત્વની બાબતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!