GSTV

ચીનમાં Coronaના ‘સાયલન્ટ કેરિયર’ની સંખ્યામાં થયો વધારો, વુહાનમાં સૌથી વધુ

Corona

Last Updated on May 28, 2020 by Arohi

કોરોના (Corona) વાયરસનું જન્મસ્થાન ગણાતા ચીનમાં હવે ચિહ્નો ન ધરાવતા દર્દીઓએ સરકારની ચિંતા વધારી દીધી છે. ચિહ્નો ન ધરાવતા દર્દીઓને ‘સાયલન્ટ કેરિયર’ કહેવાય છે. અત્યાર સુધી ચીનમાં આ પ્રકારનાં સાયલન્ટ કેરિયરની સંખ્યા વધીને 413 થઈ ગઈ છે. એમના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. ચીનમાં ગુરુવારે આ પ્રકારનાં 23 કેસ સામે આવ્યાં છે, જેમાં કોરોનાના કોઈ ચિહ્નો જોવા મળ્યાં નથી, છતાં એમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

વુહાન ફરી એપિસેન્ટર

કોરોનાવાયરસનો જન્મ ચીનના હુબેઈ પ્રાંતનું વુહાન શહેર ગણાય છે. હજુ ગયા મહિને ચીનના વુહાન શહેરને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યું હતું અને એની ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવી હતી. પણ એકાએક આ શહેરમાંથી સાયલન્ટ કેરિયર સામે આવી રહ્યાં છે. ચીનનાં નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)એ જણાવ્યું છે કે, અત્યાર સુધી ચીનમાં 413 સાયલન્ટ કેરિયર બહાર આવ્યાં છે, જેમાંથી 344 તો વુહાનના છે. એપ્રિલમાં 76 દિવસનું લોકડાઉન દૂર કર્યા પછી વુહાનમાં છ નવા કેસની પણ પુષ્ટિ થઈ છે. વુહાનની વસ્તી 1.2 કરોડ છે અને શહેરના અધિકારીઓને આ તમામની તપાસ કરવાની ફરજ પડી છે.

Corona

વુહાનમાં 65 લાખ લોકોનું ટેસ્ટિંગ

ચીનના સત્તાવાર મીડિયા રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે, અત્યાર સુધી વુહાનમાં 65 લાખ લોકોની તપાસ કરવામાં આવી છે. ચિહ્નો ન ધરાવતા દર્દીઓનું બહાર આવવું ચિંતાજનક બાબત છે, કારણ કે આ દર્દીઓ કોવિડ-19 પોઝિટિવ હોય છે, પણ એમની અંદર તાવ, ઉધરસ કે ગળામાં સોજા જેવા કોઈ લક્ષણ જોવા મળતા નથી. છતાં આ લોકો બીજા લોકોમાં આ બિમારી ફેલાવી શકે છે.

ચીનમાં કોરોના દર્દીઓની સંખ્યા 83 હજારની નજીક

એનએચસીએ જણાવ્યું છે કે, ચીનમાં બુધવાર સુધી કોવિડ-19ના કુલ દર્દીઓની સંખ્યા 82,995 થઈ ગઈ છે. અહીં અત્યાર સુધી કોરોનાના કારણે કુલ 4,634 દર્દીઓના મૃત્યુ થયા છે.

Read Also

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!