GSTV

પ્રેક્ટિસ મેચ / WTC ફાઇનલ પહેલા રિષભ પંતની શાનદાર ઇનિંગ, શુભમન ગિલે પણ બોલરેને હંફાવ્યા

Last Updated on June 13, 2021 by Zainul Ansari

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ફાઇનલ પહેલા 10 દિવસીય ક્વારન્ટીન પીરિયડમાંથી પસાર થઇ રહેલા ભારતીય ક્રિકટરોએ હેમ્પશાયર બાઉલમાં બે દિવસનાની એક ઇન્ટ્ર-સ્કવૉડ પ્રેક્ટિસ મેચ રમી. આ મેચ શુક્રવારે શરૂ થઈ હતી. આ બંને ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલ હતા.

ભારતીય ટીમે રમી ઇન્ટ્રા સ્કવૉડ મેચ

ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પહેલા સાઉથેમ્પટનમાં ઇન્ટ્રા સ્કવૉડ મેચ રમી. તેને ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ અસલી ટક્કર પહેલા એક તૈયારી તરીકે જોવામાં આવી રહ્યુ છે. આ મેચની નાની વીડિયોને BCCIએ પોસ્ટ કર્યો. જેમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ કરતા નજરે પડે છે. સાથે જ શુભમન ગિલ શોટ મારતા નજરે પડે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ બોલિંગ કરતા નજરે પડે છે.

શાનદાર ફોર્મમાં છે પંત અને ગિલ

આ ઇન્ટ્રા-સ્ક્વોડ અભ્યાસ મેતમાં વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ શાનદાર બેટિંગ કરી. પંતે પહેલા દિવસે હાફ સેન્ચુરી ફટકારી, જ્યારે બીજા દિવસે પણ તેની શાનદાર ફોર્મ જારી રાખતા 94 બોલમાં અણનમ 121 રનની શાનદાર ઇનિંગ રમી. ઉપરાંત ગિલે પણ 135માં 85 રન કર્યા. WTC ફાઇનલ પહેલા ટીમ ઇન્ડિયાના બે બેટ્સમેન સારી ફોર્મમાં છે.

Read Also

Related posts

બિગ બોસમાં સલમાનની જગ્યાએ હવે કરણ જૌહર કરશે હોસ્ટ, સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત

Pravin Makwana

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!