GSTV

વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપનો ચોથો દિવસ વરસાદમાં ધોવાઈ જાય તેવી શક્યતા, આખા દિવસ વરસાદની આગાહી

ટેસ્ટ

Last Updated on June 22, 2021 by Damini Patel

ઈંગ્લેન્ડના સાઉથેમ્પટનમાં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઈનલનો ચોથો દિવસ વરસાદના કારણે ધોવાઈ જાય તેવી શક્યતા છે. કારણકે આજે આખો દિવસ વરસાદ પડશે તેવી આગાહી થઈ છે.

મેચ શરૂ થવાના સમય પહેલાથી વરસાદ પડી રહ્યો છે. મેદાન ભીનુ છે અને પીચ પરના કવર પણ હટાવાયા નથી. જેના પગલે સમયસર આજે રમત શરૂ થાય તેવી પણ કોઈ શક્યતા નથી. એ પછી પણ આખો દિવસ વરસાદ પડવાની આગાહી હોવાથી ચોથો દિવસ પણ વરસાદમાં ધોવાઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે.

ગઈકાલે મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમ 217 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેની સામે ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવીને 101 રન બનાવી લીધા હતા. આમ ભારતની સામે હાલમાં ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં છે. ન્યૂઝીલેન્ડના બોલરોની જેમ ભારતીય બોલરો બોલને સ્વિંગ કરાવવામાં પણ એટલા અસરકારક સાબિત થયા નહોતા. જેના કારણે ન્યૂઝીલેન્ડના ઓપનરોએ પોતાની ટીમને સારી શરૂઆત અપાવી હતી.

આઈસીસી દ્વારા મેચમાં વરસાદ પડે તે બાબતને ગણતરીમાં લઈને વધારાનો એક દિવસ રિઝર્વ ડે તરીકે રાખ્યો છે. પહેલા દિવસની રમત પણ ધોવાઈ ગઈ હતી. આ સંજોગોમાં બુધવારે રિઝર્વ ડેના દિવસે ટેસ્ટ મેચ રમાશે તે નિશ્ચિત છે.

Read Also

Related posts

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel

નવી ચર્ચા/ 2024 પહેલાં થઈ શકે છે લોકસભાની 1000 સીટ, Central Vista પ્રોજેક્ટમાં સરકાર કરી રહી છે આ તૈયારી

Harshad Patel

રેગિંગનું દૂષણ: ગોત્રી મેડિકલ કોલેજમાં દૂધ નહીંં લાવી આપવાની બાબતે સિનિયરોએ પાઠ ભણાવવા કરી એવી સજા કે કેટલાકની લથડી તબિયત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!