GSTV

ક્રિકેટ કાર્નિવલ / ઈતિહાસની સૌ પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ શરુ થશે ગણતરીની મિનિટોમાં.. આ ધુરંધરો વચ્ચે થશે ટકરાવ

Last Updated on June 18, 2021 by Harshad Patel

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં આવેલા રોઝ બોલ મેદાનમાં જંગ જામશે. આ મેચને ગણતરીની મિનિટોની જ વાર છે. કેમ કે આ મેચ ભારતીય સમય પ્રમાણે 3 વાગ્યે શરૃ થવાની છે. કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા, પુજારા, રહાણે જેવા દિગ્ગજ બેટ્સમેનોની સાથે બુમરાહ-શમી અને અશ્વિન-જાડેજા જેવા ઘાતક બોલરો છે. તો બીજી તરફ વિલિયમસનની આગેવાની હેઠળની ન્યૂઝિલેન્ડની ટીમમાં પણ કેપ્ટનની સાથે સાથે રોસ ટેલર, કોન્વે, નિકોલ્સ જેવા યુવા-અનુભવી બેટ્સમેનોનું કોમ્બિનેશન છે. જ્યારે બોલ્ટ-સાઉથી-હેનરી જેવા ટોચના બોલરો ભારતના ધુરંધર બેટ્સમેનોની કસોટી કરવા માટે આતુર જોવા મળી રહ્યા છે. આઇસીસીની સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. અલબત્ત, હવામાન ખાતાએ સાઉથમ્પ્ટનમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરતાં ક્રિકેટરોની સાથે ચાહકોમાં પણ ચિંતા અને નિરાશા ફેલાઈ છે.

જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની જોડી ફરી એક વખત તરખાટ મચાવવા માટે તૈયાર

આઇસીસીએ ૨૦૧૯માં શરૃ કરેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર દેખાવ કરતાં વટ કે સાથે ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. કેપ્ટન કોહલીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ અસરકારક દેખાવ કરતાં ધુરંધર ટીમોને હરાવીને આગેકૂચ કરી હતી. રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, રહાણે, પંત જેવા બેટ્સમેનોએ જરુરિયાતના સમયે નિર્ણાયક દેખાવ કરી બતાવ્યો છે. જેના કારણે ટીમ ફાઈનલમાં પ્રવેશી છે.
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીની જોડી ફરી એક વખત તરખાટ મચાવવા માટે તૈયાર છે. ભારતની આ ફાસ્ટ બોલિંગ જોડીને અનુભવી ફાસ્ટર ઈશાંત શર્માની સાથે ઉમેશ યાદવ તેમજ મોહમ્મદ સિરાજનો સાથ મળી શકે છે. ટોચના બેટ્સમેનો માટે દુઃસ્વપ્ન સમાન સાબિત થયેલા બુમરાહનો સામનો કરવો ન્યૂઝિલેન્ડના લાથમ-ટેલર કે વિલિયમસન માટે આસાન નહીં રહે.

ફાઈનલને ભારતના ધુરંધર બેટ્સમેનો અને ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલરો વચ્ચેના જંગ

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને ભારતના ધુરંધર બેટ્સમેનો અને ન્યૂઝિલેન્ડના ફાસ્ટ બોલરો વચ્ચેના જંગ તરીકે જોવામાં આવી રહ્યો છે. રોહિત, પુજારા, કોહલી, રહાણે જેવા અનુભવી ખેલાડીઓની સાથે શુબમન ગીલ તેમજ પંત જેવા બેટ્સમેનો ભલભલા બોલરોને હંફાવવાની ક્ષમતાં ધરાવે છે. ભારતના ટોચના બેટ્સમેનોએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં અને વિદેશમાં સાતત્યભર્યો દેખાવ કરીને પ્રતિભાનો પરચો દેખાડયો છે. બીજી તરફ ન્યૂઝિલેન્ડના બોલ્ટ અને સાઉથીએ છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. અનુકૂળ વાતાવરણ અને પીચ પર હરિફો પર તોફાન બનીને ત્રાટકતાં આ બોલરોને વાગ્નેર-હેનરી તેમજ ગ્રાન્ધોમનો સાથ મળ્યો છે. જેના કારણે આ મુકાબલાનો ઈંતજાર ક્રિકેટ જગતને છે.

સ્પિનરો ઈંગ્લેન્ડની ભૂમિ પર પણ પોતાનું કૌવત બતાવી ચૂક્યા

અશ્વિન અને જાડેજાની વર્લ્ડ બેસ્ટ સ્પિન જોડી સેટ થયેલા બેટસમેનોને આંચકો આપવા માટે જાણીતી છે. નિર્ણાયક તબક્કે સફળતા મેળવીને ટીમને જીત તરફ અગ્રેસર કરવા માટે જાણીતા સ્પિનરો ઈંગ્લેન્ડની ભૂમિ પર પણ પોતાનું કૌવત બતાવી ચૂક્યા છે. ન્યૂઝિલેન્ડ કેટલીક યુવા પ્રતિભાઓને અજમાવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ભારત માટે આ સ્પિન જોડી નિર્ણાયક સાબિત થશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ટોક્યો ઓલિમ્પિકઃ 13 વર્ષની જાપાની સ્પર્ધકે ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ, આ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું

Pritesh Mehta

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!