GSTV

નિરાશાના સમાચાર/ વર્લ્ડકપ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં મેઘરાજા પણ કરશે બેટિંગ, હવામાન વિભાગની પાંચેય દિવસની આ છે આગાહી

Last Updated on June 18, 2021 by Harshad Patel

દુનિયાભરના ક્રિકેટ રસિકોની નજર હાલ ઈંગ્લેન્ડમાં રમાનાર ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડકપ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પર છે. ત્યારે આજે શરૂ થનારી આ મેચ અગાઉ હવામાન વિભાગે ટેસ્ટ મેચ દરમિયાન પાંચેય દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિના વિઘ્ને મેચ રમાવાની સંભાવના સાવ ઓછી છે. ટેસ્ટ મેચ દરમિયાન વરસાદ પણ પોતાની ફટકાબાજી કરી શકે છે. ઇંગ્લેન્ડના હવામાન વિભાગ દ્વારા સાઉથહેમ્પટન બાબતે આ આગાહી કરી છે.

મેચ દરમિયાન કેવી પરિસ્થિતિ પેદા થાય તે આવનાર સમય બતાવશે

ઈંગ્લેન્ડમાં વરસાદ પડી શકે તેવી સ્થિતિ સતત જોવા મળે છે. હાલમાં પણ વરસાદી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે ત્યારે મેચ દરમિયાન કેવી પરિસ્થિતિ પેદા થાય તે આવનાર સમય બતાવશે. 18 જૂનના સાઉથહેમ્પટનમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમો વરસાદ પડી શકે છે. વચ્ચે ક્યાંક ઓચિંતો ભારે વરસાદ પણ પડી શકે. 19 જૂનના વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 20 જૂનના વાવાઝોડા સાથે ભારે વરસાદની સંભાવના છે. પવનને પગલે ફાસ્ટબોલર્સને સફળતા મળી શકે. 21 જૂને આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જેને પગલે બેટિંગ કરનારી ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે.

રિઝર્વ ડેના દિવસે વાતાવરણ ચોખ્ખું રહેવાની આગાહી

22 જૂનના પણ હવામાન વિભાગની આગાહી મુજબ સવારે અને બપોરે ભારે વરસાદ પડી શકે. પીચમાં ભેજ રહેતાં બોલર્સને ઉછાળ મળશે. વરસાદી માહોલ વચ્ચે બેટિંગ કરવાની ભારે મુશ્કેલી પડશે. સાથે કેટલીક ઓવરોની મેચ કાપ પણ જોવા મળશે. 23 જૂનનો રિઝર્વ દિવસ રાખ્યો છે. આ દિવસે વરસાદની સંભાવના નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel

કચ્છ: ખેતરોમાં વીજલાઇન અને પવનચક્કી નાખવાનો વિરોધ, તાત્કાલિક કામગીરી બંધ કરવા ઉઠી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!