ન્હાતી વખતે સીધુ માથા પર પાણી રેડતાં હોય તો વાંચી લો, ક્યાંક જીવ ન ગુમાવવો પડે

જો તમે વિચારતા હોય કે ન્હાવાની સાચી કે ખોટી રીત કઇ હોઇ શકે… જેને જેવી રીતે ન્હાવું હોય તે ન્હાઇ શકે છે. જો તમે પણ કંઇક આવું જ કરતાં હોય તો તમે ખોટા છો. જેવી રીતે ખાવા-પીવાની એક રીત હોય છે તેમ ન્હાવાની પણ એક રીત હોય છે. જો તેને ફૉલો કરવામાં ન આવે તો ન્હાતી વખતે લકવો અથવા તો બ્રેન સ્ટ્રોકનું જોખમ રહેલું છે.

ઘણાં લોકોને આદત હોય છે કે તે બાથરૂમમાં પહોંચતાં જ સીધા શાવર નીચે ઉભા રહી જાય છે અથવા તો માથા પર પાણી રેડી દેતાં હોય છે. આ ન્હાવાની સૌથી ખોટી રીત છે. તેનાથી સ્ટ્રોક સહિત અનેક જોખમ તમારા પર તોળાઇ રહ્યાં છે.

ખરેખર આપણા શરીરમાં લોહીના પ્રવાહ ઉપરથી નીચે તરફ હોય છે. તેવામાં જો તમે સીધા જ માથા પર ઠંડુ પાણી રેડીને ન્હાતા હોય તો માથામાં રહેલી લોહીની નલીકાઓ સંકોચાઇ જાય છે અથવા તો લોહી જામવાની શરૂઆત થઇ જાય છે. તેથી ન્હાતી વખતે માથા પર પાણી નાંખવાની શરૂઆત ન કરો.

માથા પર સીધુ પાણી નાંખવાથી આપણું માથુ  ઠંડુ થવા લાગે છે જેથી હાર્ટને માથા સુધી ઝડપથી લોહી મોકલવું પડે છે તેથી હાર્ટ એટેક અથવા તો મગજની નસ ફાટવાની શક્યતા રહે છે.

તેવામાં ન્હાવાની શરૂઆત પગથી કરો. પગના પંજા પર પાણી નાખ્યા બાદ જાંઘ, પેટ, હાથ, ખભા અને પછીથી માથા પર પાણી નાંખો.

તે બાદ તમે શાવર નીચે અથવા તો માથા પર પાણી નાંખીને સ્નાન કરી શકો છો. આ પ્રક્રિયામાં ફક્ત એક મિનિટ લાગે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter