GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પાકિસ્તાનમાં જ ઉઠી રહી છે પાયલટ અભિનંદનને મુક્ત કરવની માંગ, સરકારને કરી આ અપિલ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખિકા ફાતિમા ભુટ્ટોએ બુધવારે પાકિસ્તાની ઈમરાન ખાન સરકારને ભારતીય વાયુસેનાના એ પાયલેટને છોડી દેવા કહ્યું જેને એક હવાઈ સંધર્ષ બાદ પાકિસ્તાને પકડિલેવાનો દાવો કર્યો છે.

પાયલેટ અભિનંદનને બુધવારે એ રીતે કથિત રૂપથી પકડી પાડવામાં આવ્યા છે જ્યારે તે પોતાના મિગ 21 વાઈસન વિમાનથી સુરક્ષિત બહાર નિકળી ગયા હતા. જોકે તે નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનની તરફ પડ્યા.

ફાતિમા ભુટ્ટોએ જણાવ્યું કે, હું અને અન્ય યુવા પાકિસ્તાની અમારા દેશને આગ્રહ કરીએ છીએ કે શાંતિ, માનવતા અને પ્રતિષ્ઠા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાના એક સંકેતના રીતે ભારતીય પાયલેટને છોડવામાં આવે જેને પકડવામાં આવ્યો છે.

ભારતની પાકિસ્તાનને ચેતવણી, અમારા પાયલટને સહી સલામત મોકલી આપો નહીં તો….

પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાયલટને પકડી પાડ્યા બાદ પાયલટને સલામત રીતે ભારત મોકલી આપવાની સૂચના આપી છે. ગઈ કાલે પાકિસ્તાને ભારતીય સીમામાં બોમ્બમારો કર્યો હોવાનો દાવો કર્યો હતો. જે દરમ્યાન ભારતનું મીગ વિમાન ક્રેશ થયું હતું. જેમા વાયુસેનાના વિંગ માન્ડર અભિનંદન લાપતા થયા હતા. જે બાદ અભિનંદનને પાકિસ્તાને ઝડપી પાડ્યા હતા. જે અંગેના સમાચાર મળતાની સાથે ભારતે અભિનંદનને સલામત રીતે ભારત મોકલવાની સૂચના આપી છે.

જોકે, હજી સુધી પાકિસ્તાન દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નથી. આ પહેલા 24 મે, 1999માં કારગિલ યુદ્ધ વખતે વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન નચિકેતા મિગ-27 વિમાન સાથે પાકિસ્તાનમાં ઘુસી ગયા હતા. જે દરમ્યાન તેમણે બટાલિક સેક્ટરમાં પાકિસ્તાની આર્મીનો ખુડદો બોલાવ્યો હતો. દરમ્યાન ગ્રૂપ કેપ્ટન નચિકેતાનું વિમાન ક્રેશ થયુ હતુ. અને તેમને પાકિસ્તાન દ્વારા અટકમાં લેવામાં આવ્યા હતા.

પાકની નાપાક હરકત, પૂંછની કૃષ્ણાઘાટીમાં સવારે છ વાગ્યે બેફામ ગોળીબાર

જમ્મુ કાશ્મીરના પૂંછમાં પાકિસ્તાને ફરીવાર નાપાક હરકત કરી. પૂંછની કૃષ્ણાઘાટીમાં પાકિસ્તાને સવારે છ વાગ્યે બેફામ ગોળીબાર કર્યો. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાને કૃષ્ણાઘાટીમાં ગઈ કાલે પણ બેફામ ફાયરિંગ કર્યુ હતુ. જે બાદ પૂંછમાં સેનાને એલર્ટ કરવામાં આવી છે. જ્યારે સરહદી વિસ્તારના ગામડામાં વસ્તા લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે. તો વળી સરહદી વિસ્તારના પાંચ કિલોમીટરના અંતરમાં આવેલી તમામ શાળાઓને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

Read Also

Related posts

આધારકાર્ડમાં સરનામું બદલવું હવે થયું સરળ, આ ડોક્યુમેન્ટ પણ ગણાશે માન્ય

Nilesh Jethva

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!