GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

રથયાત્રા માટે ચાર હાથી અમદાવાદ મોકલવાનો મામલો ગુવાહાટી હાઇકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદમાં ચાર જુલાઇએ યોજાનારી રથયાત્રા માટે આસામથી ચાર હાથી લાવવામાં આવે તે માટેના ચક્રો ગતિમાન થયા છે. જોકે, અમદાવાદને હાથી મોકલવા સામે આસામના કેટલાક એનિમલ એક્ટિવિસ્ટના પેટમાં તેલ રેડાયું છે. જેના પગલે તેમણે તેની સામે ગુવાહાટી હાઇકોર્ટમાં પીટિશન દાખલ કરી છે. અમદાવાદને હાથી મોકલવા કે કેમ તેના અંગે ગુવાહાટી હાઇકોર્ટ ૨૪ જૂન-સોમવારે સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે, જગન્નાથ મંદિર દ્વારા આસામ સરકાર પાસે ચાર હાથીની માગણી કરવામાં આવી હતી. આસામ સરકારે તેના માટે મંજૂરી આપતાં આ હાથીને ૩૧૦૦ કિલોમીટરની મુસાફરી દ્વારા આસામના ટિનુસુકિયા રેલવે સ્ટેશનથી ટ્રેનની વિશેષ બોગીમાં અમદાવાદ મોકલવામાં આવશે તેમ નક્કી થયું હતું. આસામના એનિમલ એક્ટિવિસ્ટ્સનો દાવો છે કે હાથી શેડયૂલ-૧ એનિમલ્સ કેટેગરીમાં આવે છે. આ એક્ટ અનુસાર હાથીને માત્ર મહત્તમ ૧ વર્ષ સુધી ભાડે આપી શકાય પણ તેની માલિકી કાયમ માટે અન્યને સોંપી શકાય નહીં. રૃપિયા ૧૨ લાખથી રૃપિયા ૧૬ લાખ મળતાં હોવાથી આસામ સરકાર આંખ આડા કાન કરી રહી છે. હાથીઓ પાસે ેટ્રેનમાં ૩૧૦૦ કિલોમીટર એટલે કે ૭૧ કલાકની મુસાફરી કરાવવી યોગ્ય નથી.

આ હાથીને લાવવા માટે વિશિષ્ટ રેલવે બોગીની વ્યવસ્થાની માગ પણ જગન્નાથ મંદિર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક વર્ષમાં ત્રણ હાથી મૃત્યુ પામતાં રથયાત્રામાં જોડાતા હાથીઓની સંખ્યા ૧૭ની થઇ છે. આ નવા હાથી સમયસર આવી જશે તો બીજી જુલાઇએ જેઠ વદ અમાસ છે ત્યારે તેમની વિધિવત્ પૂજા કરવામાં આવશે.

હાથીની પ્રકૃતિને આધારે તેની ‘ફિટનેસ’ નક્કી કરવામાં આવે છે

જાણકારોના મતે જે નવા હાથી જગન્નાથ મંદિર ખાતે આવશે તેઓ રથયાત્રામાં જોડાશે કે કેમ તે અંગે કમિટિ નક્કી કરે છે. જેમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને વન વિભાગની ટીમનો સમાવેશ થાય છે. જેઓ આ હાથી માણસો વચ્ચે રહેવા માટે ફિટ છે કે અનફિટ એ તેની પ્રકૃતિને આધારે જોઇને રિપોર્ટ તૈયાર કરતા હોય છે. આ રિપોર્ટ પોલીસ કમિશરને આપવામાં આવે છે. મનુષ્યોની વચ્ચે રહેવું, અવાજની વચ્ચે રહેવું એ બાબતો માટે ટ્રેનિંગ જરૃરી હોય છે.

Read Also

Related posts

વડોદરામાં Coronaથી વધુ 2ના મોત, 148 સેમ્પલમાંથી 39 લોકોના ટેસ્ટ પોઝિટિવ

Arohi

ઉદ્યોગોને વેગવંતા બનાવવા રૂપાણી સરકારની પ્રોત્સાહક સબસીડી, આ ઉદ્યોગોને મૂડી અને વ્યાજની ચૂકવણીમાં મળશે રાહત

Bansari

કોરોનાનું વિષચક્ર: અમદાવાદ શહેરમાં વધુ 28 દર્દીઓનાં થયા કરૂણ મોત, નવા 291 કેસ નોંધાવાની સાથે આંક 13 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!