GSTV
India News Trending

હવે રેસલિંગ એસોસિએશનની મોનિટરિંગ કમિટી પર વિવાદ, કુસ્તીબાજોનો આક્ષેપ છે કે તેમનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો નથી

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા જાતીય સતામણીના આરોપોની તપાસ માટે રચાયેલી સમિતિને લઈને હવે વિવાદ ઊભો થયો છે. હકીકતમાં, સોમવારે સાંજે રમત મંત્રાલયે અનુભવી બોક્સર એમસી મેરી કોમની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની મોનિટરિંગ કમિટીની રચના કરી હતી. પેનલના અન્ય સભ્યોમાં ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી અને મિશન ઓલિમ્પિક સેલના સભ્ય તૃપ્તિ મુરગુંડે, ભૂતપૂર્વ ટોપ્સ સીઈઓ રાજગોપાલન અને ભૂતપૂર્વ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (એસએઆઇ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ટીમ) રાધિકા શ્રીમાનનો સમાવેશ થાય છે. આ સમિતિ આગામી એક મહિના માટે ડબલ્યુએફઆઇ ના રોજિંદા કામ પર પણ ધ્યાન આપશે.

દેશના દિગ્ગજ કુસ્તીબાજો સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ સરકાર દ્વારા રચાયેલી આ મોનિટરિંગ કમિટીને લઈને નિરાશા વ્યક્ત કરી છે. બંનેએ મંગળવારે આ અંગે ટ્વીટ કરીને કહ્યું, ‘અમને ખાતરી આપવામાં આવી હતી કે મોનિટરિંગ કમિટીની રચના પહેલા અમારી સાથે ચર્ચા કરવામાં આવશે. તે ખૂબ જ દુઃખદ છે કે આ સમિતિની રચના પહેલા અમારી સલાહ પણ લેવામાં આવી ન હતી.આ બંને કુસ્તીબાજોએ પોતાના ટ્વિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રમત મંત્રી અનુરાગ ઠાકુરને પણ ટેગ કર્યા છે.

રમત મંત્રાલયના સૂત્રોએ જવાબ આપ્યો

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, રમત મંત્રાલય સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું, “નિરીક્ષણ સમિતિમાં પાંચમાંથી ત્રણ નામ આ (વિરોધી) કુસ્તીબાજો દ્વારા સૂચવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેઓ દાવો કરે છે કે તેમને લૂપમાં લેવામાં આવ્યા ન હતા.”

વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને રવિ દહિયા સહિતના દેશના ટોચના કુસ્તીબાજોએ ડબલ્યુએફઆઇ અને શરણ સામે ત્રણ દિવસની હડતાળ કર્યા પછી રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે શનિવારે સમિતિની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો. શુક્રવારે મોડી રાત્રે ઠાકુર સાથે મેરેથોન મીટિંગના બીજા રાઉન્ડ પછી, આ કુસ્તીબાજોએ તેમની હડતાલ પાછી ખેંચી અનુરાગ ઠાકુરે કહ્યું, ‘ડબલ્યુએફઆઇ પ્રમુખ તેમના કાર્યોને નિભાવશે નહીં અને ડબલ્યુએફઆઇના રોજિંદા કામથી દૂર રહેશે. ડબલ્યુએફઆઇ ના રોજ-બ-રોજના કામકાજને મોનિટરિંગ કમિટી દ્વારા પૂર્વનિર્ધારિત સમયગાળા માટે જોવામાં આવશે અને ડબલ્યુએફઆઇ અને તેના ચીફ સામેના ગંભીર આરોપોની પણ તપાસ કરવામાં આવશે.

તેણે કહ્યું, ‘મોનિટરિંગ કમિટીની ચેરપર્સન વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ હશે. તેમની સાથે યોગેશ્વર દત્ત, એમઓસી સભ્ય અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા તૃપ્તિ મુરગુંડે, ભૂતપૂર્વ ટોપ્સ સીઇઓ રાજગોપાલન અને ભૂતપૂર્વ એસએઆઇ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ટીમ રાધિકા શ્રીમાન પણ સમિતિનો ભાગ હશે.

જાતીય સતામણી સહિતના તમામ આરોપોની તપાસ માટે સમિતિ

રમતગમત મંત્રીએ કહ્યું, ‘આગામી એક મહિનામાં આ સમિતિ તમામ હિતધારકો સાથે વાત કર્યા બાદ જાતીય સતામણી અને અન્ય આરોપોની તપાસ કરશે અને પોતાનો રિપોર્ટ સોંપશે. ત્યાં સુધી આ સમિતિ ડબલ્યુએફઆઇ ના રોજબરોજના નિર્ણયો અને કાર્યોનું પણ નિકાલ કરશે.

મેરી કોમ અને યોગેશ્વર પણ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (આઇએઓ) દ્વારા ડબલ્યુએફઆઇ સામેના જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે રચાયેલી સાત સભ્યોની સમિતિનો ભાગ છે. મેરી કોમ અને યોગેશ્વર ઉપરાંત, આઇઓએ પેનલમાં તીરંદાજ ડોલા બેનર્જી અને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ અને આઇઓએ ટ્રેઝરર સહદેવ યાદવ પણ સામેલ છે. સમિતિના અન્ય સભ્યોમાં એડવોકેટ તાલિશ રે અને શ્લોક ચંદ્ર અને આઇઓએના ઉપ-પ્રમુખ અલકનંદા અશોક છે

Also Read

Related posts

જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ

GSTV Web Desk

દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય

HARSHAD PATEL

ભારતનો ભાગીદાર/ ભારત-નેધરલેન્ડ સાથે મિત્રતા મજબૂત થઇ, મહત્વની કડી બની આર્થિક સંબંધો!

HARSHAD PATEL
GSTV