GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

દંગલમાં કુશ્તી લડતી વખતે પહેલવાનનું થઈ ગયુ મોત, એક વાર પડ્યો પછી ઉઠ્યો જ નહી

મધ્યપ્રદેશનાં સિવનીમાં દંગલ દરમ્યાન કુશ્તી લડતા લડતા એક પહેલવાનનું મોત થયુ હતુ. સોનૂ નામનો એક પહેલવાન કુશ્તી લડતા વખતે અચાનક પડી જાય છે અને તેનું મોત થઈ જાય છે.

આ ઘટના કુરઈ બ્લોકનાં બેલપેઠ ગામની છે જ્યાં દર વર્ષે દંગલનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યુ છેકે, દંગલમાં ભાગ લેવા માટે 18 વર્ષનો સોનૂ યાદવ નામનો એક પહેલવાન પણ પહોંચ્યો હતો.

સોનૂએ પોતાની શરૂઆતની ત્રણ ફાઈટ જીતી લીધી હતી. અને ચોથી ફાઈટમાં ચાર પોઈન્ટ લીધા બાદ તે નીચે પડી ગયો હતો. અને ત્યારબાદ ઉઠ્યો જ ન હતો. ત્યારબાદ લોકો તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટના બાદ દંગલ કમીટીના લોકો અને પ્રશંસક સદમામાં છે. આ વખતે સિવની જીલ્લા હોસ્પિટલનાં ડૉક્ટર અભય સોનીએ જણાવ્યુ હતુકે, પહેલવાન સોનૂ જ્યારે હોસ્પિટલમાં આવ્યો ત્યારે તેનું મોત થઈ ચૂક્યુ હતુ. તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. રિપોર્ટમાં હાર્ટએટેકનાં કારણે તેનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

READ ALSO

Related posts

આજે થવા જઈ રહ્યું છે વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ! લગભગ 3 કલાક સુધી ચાલશે, જાણો દરેક મહત્વની વાત

Arohi

વિશ્વમાં ઘાતક વાયરસનો ભરડો વધ્યો, જીવલેણ મહામારીનાં ચેપગ્રસ્તોની સંખ્યા એક કરોડ 13 લાખ 72 હજારને પાર

pratik shah

કાનપુર હત્યાકાંડ: પોલીસને મળી મોટી સફળતા, વિકાસ દુબેના સાગરીતે કર્યા ખુલાસા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!