GSTV

Olympics: ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાનો દમ, જીતની સાથે કર્યો આગાઝ: પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત!

Last Updated on August 6, 2021 by pratik shah

દેશના સ્ટાર રેસલર બજરંગ પુનિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે, તેમણે પ્રી-ક્વાર્ટર ફાઈનલના મુકાબલામાંઅરનાઝર અકમતાલીવને હરાવી દીધો છે. બજરંગ પુનિયાએ જીતની સાથે આગાઝ કર્યો છે. પુરુષોની ફ્રી સ્ટાઇલ 65 કિગ્રામાં બજરંગ પુનિયા કિર્ગિઝ કુસ્તીબાજ અરનાઝર અકમતાલીવ સામે ટક્કર થઈ હતી.

બંનેની મેચ ભારતીય સમય અનુસાર સવારે આઠ વાગ્યા પછી શરૂ થઈ છે. બીજી તરફ દેશ બજરંગ પાસેથી મેડલની અપેક્ષા રાખે છે. વર્ષ 2019 માં, બજરંગે વર્લ્ડ ચેમ્પિયનશિપની 65 કિલો ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં બીજી વખત સિલ્વર મેડલ જીત્યો અને ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થયો હતો. તમને જણાવી દઈએ કે 65 કિલો ફ્રી સ્ટાઇલમાં વિશ્વ રેન્કિંગમાં ટોચ પર છે.

આ વર્ષે માર્ચ મહિનામાં બજરંગે મંગોલિયાના તુલગા તુમુર ઓચિરને હરાવીને ગોલ્ડ મેડલ જીતવા માટે રોમમાં મેટેઓ પેલિકોન રેન્કિંગ શ્રેણીમાં વાપસી કરી હતી. તેણે કુસ્તીના 65 કિલો વિભાગમાં વિશ્વ નંબર 1 સ્થાન મેળવ્યું હતું.

આ મેચ 3-3થી બરાબરી પર હતી પરંતુ બજરંગ ટેક્નિકલ આધાર પર જીત્યો હતો. બજરંગે પ્રથમ સમયગાળો 3-1થી જીત્યો હતો. બીજા સમયગાળામાં, બજરંગે અકમતાલીવનો પગ પકડીને દાવ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજો પગ હાથમાં ન આવવાથીચૂકી ગયો. છેલ્લી 30 સેકન્ડ સુધી પણ, બજરંગ બીજા સમયગાળામાં આગળ હતો, પરંતુ અકમાતાલિવે અચાનક આક્રમકતાની રમત દાખવતા બે વખત 1-1 પોઈન્ટ મેળવીને બરોબરી કરી લીધી હતી અંતે બજરંગને ટેકનિકલ આધાર પર વિજેતા જાહેર કરવામાં આવ્યા. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો ઇરાનના Morteza CHEKA GHIASI સાથે થશે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!