GSTV

મહિલા પહેલવાન બબીતા ફોગટે હરિયાણાના રમત ગમત અને યુવા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરના હોદ્દા પરથી રાજીનામું આપ્યું

Last Updated on October 7, 2020 by Ankita Trada

ભારતીય મહિલા પહેલવાન અને ઓલિમ્પિક્સમાં મેડલ જીતી ચૂકેલી બબીતા ફોગટે બુધવારે હરિયાણાના રમત ગમત અને યુવા વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટરન હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે તેણે આ અંગે કોઈ ઠોસ કારણ આપ્યું ન હતું પરંતુ એટલું જ કહ્યું હતું કે નિવારી શકાય નહીં તેવા કારણોસર તે રાજીનામું આપી રહી છે.

રાજીનામું આપ્યું છે

જોકે તેણે એક અંગ્રેજી દૈનિકને આ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેણે જણાવ્યું હતું કે તે સક્રિય રીતે રાજકારણમાં ભાગ લેવા માગે છે અને તેથી રાજીનામું આપ્યું છે. તે બિહારની વિધાનસભાની ચૂંટણી ઉપરાંત બરોડા ખાતેની પેટા ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરનારી છે અને તેથી તેણે આ નિર્ણય લીધો છે.

ટિકિટ પર ચૂંટણી લડી હતી

બબીતા તથા કબડ્ડી ખેલાડી કવિતા દેવીને ગયા વર્ષે જુલાઈ મહિનામાં હરિયાણામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે નીમવામાં આવ્યા હતા. 2017ની કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી બબીતા 2019ની વિધાનસભાની ચૂંટણીમાં દાદરી બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ હારી ગઈ હતી.

READ ALSO

Related posts

Video / ભારતે પ્રથમવાર વિમાનવાહક જહાજ INS Vikrant તૈયાર કર્યું, કોચીના સમુદ્ર કાંઠે ચાર દિવસના પરીક્ષણનો પ્રારંભ : ચીન-પાકિસ્તાનને ભારે પડશે

Lalit Khambhayata

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!