GSTV
Home » News » ભારતીય હવાઇ દળના લાપતા AN-32નો મળ્યો કાટમાળ, 13 પેસન્જરની શોધખોળ શરૂ

ભારતીય હવાઇ દળના લાપતા AN-32નો મળ્યો કાટમાળ, 13 પેસન્જરની શોધખોળ શરૂ

આસામનાં જોરહાટ એરબેઝથી અરૂણાચલ પ્રદેશના મેન્ચુકા માટે ઉડાન ભરવા વાળું ભારતીય હવાઇ દળનું આઇએએફ એએન -32 વિમાનનો કાટમાળ મળવાની ખબર મળી છે. એક મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે હેલિકોપ્ટરની સર્ચ ટીમએ ભારતીય હવાઇ દળ એએન -32 ના કાટમાળને જોયો છે. આ વિમાનમાં આશરે 13 લોકો હોવાની જાણકારી મળી હતી. જેમાં ગ્રાઉન્ડ સ્ટાફ સાથે છેલ્લો સંપર્ક લગભગ 1 વાગ્યે થયો હતો. વિમાન 12:25 વાગ્યે જોરહાટથી ઉડાન ભરી હતી.

ભારતીય હવાઈ દળનાં IAF AN-32 વિમાનની તપાસ કરવા માટે સુખોઈ -30 ફાઈટર જેટ અને સી -130 સ્પેશ્યલ ઓપ્સ એરક્રાફ્ટને મોકલવામાં આવ્યા હતા. AN-32 રશિયન નિર્મિત પ્લેન છે, જેનો મોટી સંખ્યામાં આ વિમાનનો એર ફોર્સ ઉપયોગ કરે છે. તે બે-એન્જિન ટ્રર્બોપ્રોપ ટ્રાન્સપોર્ટ પ્લેન છે.

મેન્ચુકા લેન્ડિંગ ગ્રાઉન્ડ ચીનની સીમાથી વધારે દૂર નથી. ગયા વર્ષે આ લેન્ડિંગ ગ્રાઉન્ડને જુલાઈ 12 ફરીથી ખુલ્લો કરાયો હતો, 2013 થી તેને બંધ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 3 વર્ષ પહેલાં પણ એએન -32 વિમાન ગુમ થઈ ગયું હતું, જે હજુ પણ મળી નથી. અત્યાર સુધીમાં 9 એએન -32 વિમાન ક્રેશ થયાં છે.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva

વિદેશી મીડિયામાં ટ્રમ્પનો ભારત પ્રવાસ : ‘મોદીએ ટ્રમ્પ માટે પસંદ કર્યો તેમનો પહેલો પ્રેમ’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!