GSTV
Gujarat Government Advertisement

દેશમાં જૂન મહિનાનો જથ્થાબંધ ફુગાવો 2 વર્ષની નીચી સપાટીએ, મોંધવારીમાં માત્ર 2.02%નો વધારો

Last Updated on July 16, 2019 by Mansi Patel

દેશમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો જૂન મહિનામાં સતત બીજા મહિને ઘટ્યો હતો, વધુમાં આ ઘટાડો ૨.૦૨ ટકા સાથે ૨૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આ જથ્થાબંધ ફુગાવામાં શાકભાજી તેમજ ઈંધણ અને વીજળી આધારિત વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો હતો.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(WPI) આધારિત ફુગાવાનો દર મે મહિનામાં ૨.૪૫ ટકા હતો. જૂન ૨૦૧૮માં તે ૫.૬૮ ટકા રહ્યો હતો. ખાદ્ય ચીજોના ફુગાવાનો દર જૂન મહિનામાં ઘટીને ૬.૯૮ ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો, જ્યારે મે મહિનામાં ૬.૯૯ ટકા હતો. જૂન મહિનામાં શાકભાજીના ફુગાવાનો દર ઘટીને ૨૪.૭૬ ટકા થયો હતો, જે અગાઉના મહિનાના ૩૩.૧૫ ટકા કરતાં ઓછો હતો. બટાકામાં ફુગાવાનો દર (-) ૨૪.૨૭ ટકા હતો, જે મે મહિનામાં (-) ૨૩.૩૬ ટકા હતો.

જો કે, આ મહિનામાં ડુંગળીના ભાવમાં ફુગાવો વધીને ૧૬.૬૩ ટકા રહ્યો હતો, જે મે મહિનામાં ૧૫.૮૯ ટકા હતો. જૂન મહિનામાં WPI ફુગાવો જુલાઈ ૨૦૧૭ પછીના ૨૩ મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે દરમિયાન ૧.૮૮ ટકા હતો. ફ્યૂલ અને પાવર કેટેગરીમાં ફુગાવામાં નોંધપાત્ર રીતે (-)૨.૨૦ ટકાનો ઘટાડો થયો છે, જે ગયા મહિને ૦.૯૮ ટકા હતો. જૂન મહિનામાં મેન્યુફેક્ચરિંગ વસ્તુઓ પરનો ફુગાવાનો દર ૦.૯૪ ટકાના ઘટાડો દર્શાવ્યો હતો, જે મે મહિનામાં ૧.૨૮ ટકા સરખામણીએ હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તામિલનાડુ/ અર્થવ્યવસ્થાને પાટા પર લેવાશે વિશ્વનાં અગ્રણી આર્થિક નિષ્ણાતોની સલાહ, રઘુરામ રાજનનો પણ કાઉન્સિલમાં સમાવેશ

Damini Patel

મોટા સમાચાર: હાલની સ્થિતિમાં રથયાત્રાનું આયોજન યોગ્ય નથી, મેડિકલ એસોસિએશને આપી દીધી આ ચેતવણી

Pravin Makwana

12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કામની વાત: એકેડમિક કેલેન્ડરમાં મોટા પાયે ફેરબદલ થશે, આ વર્ષે પણ શૈક્ષણિક વર્ષ ખોરવાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!