ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ તેની બેટીનો જન્મદિવસ ખાસ અંદાજમાં ઉજવણી કરી હતી. ક્રિકેટર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ પોતાની દીકરીના 5માં જન્મદિવસે જામનગરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 101 બાળકીઓના અકાઉન્ટ ખોલાવીને તમામના ખાતમાં 11-11 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાની આ કાર્યની ચોરેકોરથી ભરપૂર પ્રશંસા થઈ રહી છે.

આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જાડેજાએ લખ્યું છે કે, ‘આજે એટલે કે 8મી જૂને મારી પુત્રી નિધ્યાનો જાડેજાનો પાંચમો જન્મદિવસ છે. આ પ્રસંગે મારી પત્ની રીવાબા જાડેજાએ સમાજ માટે એક મહાન કાર્ય કરવાનું નક્કી કર્યું છે. જામનગરની પોસ્ટ ઓફિસમાં 101 સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા છે. અમારી દીકરીના જન્મદિવસ પર આ કામ કરીને અમે ખૂબ જ ખુશ છીએ. અમને તેની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી મળી છે, જેમણે તાજેતરમાં તેમના કાર્યકાળના 8 વર્ષ પૂરા કર્યા છે.
— Ravindrasinh jadeja (@imjadeja) June 8, 2022
આ સાથે જાડેજાએ સહકાર આપવા બદલ રાજ્યના સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણનો પણ આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે અમને આશા છે કે આવા સહયોગથી અમે આવા સમાજસેવાના કાર્ય કરતા રહીશું. જાડેજાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ઇવેન્ટની કેટલીક તસવીરો પણ શેર કરી છે. IPLની 15મી સિઝનમાં ચેન્નાઈની કેપ્ટનશીપ કરનાર જાડેજા હાલ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનો ભાગ નથી અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.
READ ALSO
- ‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના
- BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત
- સાવધાન/ એક વાર પીઝા ખાવાથી જીવનની 7.8 મિનિટની ઉંમર થાય છે ઓછી, લાંબુ જીવન જીવવું હોય તો આ વસ્તુઓથી બનાવી લેજો દૂરી
- મૌની રોયે હોટલની બહાર પૈસા માગનારી બે મહિલાઓને ગળે લગાડી, પ્રેમ વરસાવી કર્યું વહાલ, Video જોશો તો તમે પણ વિચારતા રહી જશો
- ‘હર ઘર તિરંગા’ / પોસ્ટ વિભાગે માત્ર 10 દિવસમાં 1 કરોડથી વધુ રાષ્ટ્રીય ધ્વજનું કર્યું વેચાણ, 4.2 લાખ કર્મચારીઓ ખડેપગે