GSTV
Home » News » વાહ રે ગુજરાત! મતદાનનો ગૌરવપૂર્ણ કિસ્સો: આદિવાસી યુવકે પોતાનાં પિતાને….

વાહ રે ગુજરાત! મતદાનનો ગૌરવપૂર્ણ કિસ્સો: આદિવાસી યુવકે પોતાનાં પિતાને….

દરેક ચૂંટણીમાં વિવિધતાસભ્ર કિસ્સા જોવા મળતા હોય છે. આજે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે મતદાન હતું. આ સમયે રાજકોટમાં એક નવદંપતિએ લગ્નનાં ફેરા ફરતા પહેલા મતદાનની પવિત્ર ફરજ બજાવી લોકશાહી મજબૂત કરવાનું કામ કર્યુ હતું. તો બીજી તરફ અનેક વયોવૃદ્ધ લોકોએ વ્હિલચેરમાં બેસીને પણ મતદાન કર્યુ હતું.

લોકશાહીના પર્વમાં એક વિશેષ ગૌરવપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. દાહોદ જીલ્લાના ધનસુરા તાલુકામાં એક વ્યક્તિએ તેના પિતાના મૃતદેહને અગ્નિદાહ દીધા પહેલા મતદાન કર્યુ હતુ. મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર ફરજ નિભાવી હતી. આ યુવાને મતદાન બાદ લોકોને મતદાન કરવા અપિલ પણ કરી હતી. યુવાને જણાવ્યુ હતુ કે મતદાનનો અધિકાર બંધારણીય અધિકાર છે. બંધારણનો અમલ કરવો આપણી નૈતિક ફરજ છે.

READ ALSO

Related posts

દેશના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી બદ્રીનાથના દર્શને, આપ્યું બે કરોડનું દાન

Arohi

તમે મને નેતા તરીકે ચૂંટ્યો છે પરંતુ હું અને તમે સમાન છે: સેન્ટ્રલ હોલમાં પદનામિત પીએમ મોદીનું સંબોધન

Riyaz Parmar

ચૂંટણી પછી ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિંસા: ભાજપનાં કાર્યકરોની હત્યાનો સિલસીલો યથાવત

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!