વાહ ભાઈ વાહ! કારમાંથી ઉતરે, સુટકેસ ખોલે, ફેસબુકમાં લાઈવ થાય, લાખો રૂપિયા ઉડવા લાગે

ન માનવામાં આવે એવી એક ઘટના સામે આવી છે. તમને પણ આ ઘટના જાણીને દિલમાં ધ્રાસ્કો પડશે. એક યુવાન માણસ એક મોંઘી કારમાં આવે છે અને કારમાંથી બહાર આવે છે, જેના પછી તે તેની સુટકેસ ખોલીને પૈસા લૂંટવાનું શરૂ કરે છે. આ કોઇ કહાની નથી પરંતુ હકીકત છે. ખરેખર, હોંગકોંગમાં 24 વર્ષીય વોંગ ચિંગ-કીટ તેની લેમ્બોરગીની કારમાંથી ઉતરે છે. ફેસબુક લાઇવ વીડિયો શરૂ થાય છે. કેટલીક સેકન્ડોમાં તો તે છત પરથી લાખો રૂપિયા ઉડાડવા લાગે છે.

એવું કહેવામાં આવે છે કે વોંગ ચિંગે ગરીબની મદદ માટે 20 હજાર પાઉન્ડ (લગભગ 18 લાખ રુપિયા)ની નોટ હવામાં ઉડાવી દીધી. સોશિયલ મીડિયા પર લાખો રુપિયા ઉડાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. અહેવાલ મુજબ, વોંગ ચિંગ-કીટ આમ કરીને લોકોની નજરમાં હિરો બનવા માંગતો છે. અહેવાલો અનુસાર, વોંગે તેમના પૈસા ક્રિપ્ટો ચલણ બિટકોઇનમાં લગાવી દીધા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter