વાહ! એક શર્ટથી બચાવ્યાં હજારો લોકોનાં જીવ, મળશે સરકારી નોકરી

ક્યારેક લોકો એવું બહાદુરીનું કામ કરતા હોય છે કે સરકાર તેને નવાજવા માટે મજબુર થઈ જાય છે. 45 વર્ષનાં સ્વપ્ન દેવવર્માને ત્રિપૂરા સરકારે સરકારી નોકરી આપવાનો નિર્ણય લીધો છે. સ્વપનએ પોતાનો જીવ દાવ પર લગાવીને ફુલ સ્પીડમાં આવતી ટ્રેનને રોકી હતી અને જેના કારણે હજારો લોકોનો જીવ બચી ગયો હતો.

જૂન મહિનામાં એણે અગરતલાથી 83 કિલોમીટર, ઢલાઈ જિલ્લાનાં ધંધેરામાં એક સ્પીડમાં આવતી ટ્રેનનાં ડ્રાઈવરને ખતરાથી સાવધાન કર્યાં હતા. ડ્રાઈવરે જોયું કે કોઈ માણસ શર્ટ ઉંચો કરીને હવામાં ફરકાવી રહ્યો છે. આ સમયે એ એકલો ન હતો એની દિકરી પણ સાથે હતી.

હતું એવુ કે વરસાદનાં લીધે રેલ્વે ટ્રેક નીચેથી માટી અને પથ્થર હટી ગયા હતા અને હવે જો તેના પર ટ્રેન ચાલે તો મોટુ એક્સિડન્ટ થઈ શકે. અને લોકોનાં મૃત્યુ પણ થઈ શકતા હતાં. પછી જેવો સ્વપ્નને શર્ટ લહેરાવતા જોયા કે તરત જ ડ્રાઈવરે ટ્રેન રોકી લીધી. અને આ રીતે લોકોની જાન બચી ગઈ.

ઉલ્લેખનીય છે કે ત્રિપૂરા સરકારે 28 નવેમેબરે રાજ્ય કેબિનેટની બેઠકમાં જણાવ્યું કે સ્વપ્નને એની બહાદુરી જોઈને સરકારી નોકરી આપવાનો નિર્ણય લીધો છે. અને ત્રિપૂરા સરકારે એવો પણ નિર્ણય લીધો છે કે સ્વપ્નની દિકરીનો બધો અભ્યાસનો ખર્ચ પણ સરકારે ઉઠાવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter