આ ભાઈ આવું કરવા માટે જ CA બન્યાં હશે? પ્રેમમાં પાગલ થઈને આખા શહેરમા ઢંઢેરો પીટ્યો કે…

મુંબઈના ચેંમ્બુર વિસ્તારમાં એક 50 વર્ષના CAની તેમની કલાકારી બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ કેતન શાહ છે. તેમણે એક નહીં અનેકવાર શહેરમાં દિવાલો પર એક છોકરીના નામે મેસેજ લખ્યો, જેના કારણે યુવતીએ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કેતન શાહ પેંટિંગ અને લખાણ લખતો હતો. પરંતુ પોલીસે આ વ્યક્તિને પકડવો આસાન નહોતો. તેના માટે પોલીસે એક કિમીયો અજમાવ્યો હતો.

પોલીસે પહેલા તો કેટલાક દિવસ તો છાનામાના શહેરની દિવાલો પર લખાણ લખનારા અને પેંટિંગ લખનારા સીએનો પીછો કર્યો, ત્યાર તેની કારમાંથી મળેલી માહિતીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. કેતન શાહ પર આરોપ છે કે તેમણે અનેક સાઈનબોર્ડ્સ, મેટ્રો પ્રોકેક્ટ બેરિયર્સ, દિવાલો અને રસ્તાઓની આસપાસ જે કોઈ પણ ચીજવસ્તુઓ હાથ લાગીએ, તેના પર યુવતીના નામે મેસેજ લખી દીધા.

પહેલા તો આ મેસેજ પર કોઈના પર ધ્યાન ના ગયું. પરંતુ જ્યારે મહિલાના ઘરની બહાર ‘આઈ લવ યુ’ લખી દેતા મહિલાએ આ બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ડિસેમ્બર મહિનામાં જ તિલક નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે શહેરમાં આ પ્રકારના જેટલા પણ મેસેજ લખવામાં આવી રહ્યાં છે તે તેના નામના છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાનું કહેવું હતું કે, કોઈ તેનું નામ દરેક ઠેકાણે લખે છે. પરંતુ આ સમગ્ર મામલો ત્યારે પકડમાં આવ્યો જ્યારે યુવતીના ઘરની બહાર જ તેનું નામ લખવામાં આવ્યું. પોલીસે છ સ્થળે પંચમાનું કર્યું તો મેસેજ એક જ પ્રકારનો હોવાનું ધ્યાનમાં આવ્યું. ત્યાર બાદ પોલીસે ખબરીઓની મદદ લીધીએ હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, એક વ્યક્તિ એસયૂવી કાર લઈને આવે છે અને દિવાલ પર કંઈક લખીને જતો રહે છે.આ રીતે તેની ધરપકડ કરવામા આવી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter