GSTV
Home » News » ગુજરાત છે દેવાદાર : દેવાનો અાંક રાજયના કુલ બજેટથી પણ વધારે, વ્યાજ ભરે છે સરકાર

ગુજરાત છે દેવાદાર : દેવાનો અાંક રાજયના કુલ બજેટથી પણ વધારે, વ્યાજ ભરે છે સરકાર

ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને 2.17 લાખ કરોડ થયું છે, જે રાજ્યના કુલ બજેટની સમકક્ષ આવી ગયું છે. મહત્વની અને ચૌંકાવનારી બાબત એવી છે કે સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે 22000 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવ્યું છે. વિધાનસભામાં રાજ્યના નાણા વિભાગે આપેલી માહિતી પ્રમાણે માર્ચ-2018ની સ્થિતિએ જાહેર દેવું 2,17,338 કરોડ રૂપિયા થાય છે. રાજ્ય સરકાર જે દેવું કરે છે તેમાં નાણાકીય સંસ્થાઓ પાસેથી જે રૂપિયા લીધા છે તેનું વ્યાજ 4.75% થી 8.75% ભરવામાં આવે છે.

વ્યાજ 6.5% થી 9.75% થાય છે

વ્યાજની આ ગણતરી દેવાંની મુદ્દત સાથે થતી હોય છે. નાણા વિભાગે સભાગૃહમાં જણાવ્યું હતું કે સરકાર બજારમાંથી જે લોન લેતી હોય છે તેનું વ્યાજ 6.5% થી 9.75% થાય છે. એ ઉપરાંત નેશનલ સેવિંગમાંથી જે રૂપિયા લેવામાં આવે છે તેના વ્યાજનો દર 9.50% થી 10.50% જોવા મળે છે. સરાકર કેન્દ્ર પાસેથી પણ રૂપિયા લઇને દેવું કરે છે જેનો વ્યાજનો દર 2 વર્ષ થી 38 વર્ષ માટે 0% થી 13% સુધીનો હોય છે. સરકારે છેલ્લા બે વર્ષમાં કોની પાસેથી કેટલી લોન લીધી છે તેવા પ્રશ્નના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય સંસ્થાઓની લોનની રકમ 1,300 કરોડ થાય છે.

સરકારે 21,700 કરોડ બજાર લોન લીધી

સરકારે 21,700 કરોડ બજાર લોન લીધી છે. એ ઉપરાંત 9,200 કરોડ નેશનલ સેવિંગમાંથી તેમજ 9,00 કરોડ કેન્દ્રની લોન છે. સરકારે બે વર્ષમાં કુલ 38,000 કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. નાણા વિભાગે જણાવ્યું હતું કે આ દેવાં પેટે છેલ્લા બે વર્ષમાં સરકારે નાણાકીય સંસ્થાઓને 2400 કરોડ વ્યાજ ચૂકવ્યું છે જ્યારે બજાર લોન પેટે 12,000 કરોડ ચૂકવાયા છે. નેશનલ સેવિંગને રાજ્યએ 6,800 કરોડ અને કેન્દ્રને 1,300 કરોડ વ્યાજ પેટે ચૂકવ્યા છે.

Related posts

માનવીમાં અપાર શક્તિઓ છુપાયેલી, આજ વાતને નવસારીના યુવાને કરી સાર્થક

Path Shah

સુરતમાં બોગસ કીટ સાથે આધાર કાર્ડ બનાવનારની શખ્સની ધરપકડ

Nilesh Jethva

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!