GSTV
Gujarat Government Advertisement

ધર્મ / રોગ અને દોષથી નથી મળી રહ્યો છુટકારો? આજે જ અપનાવો હનુમાનજીના આ ઉપાય

Last Updated on May 4, 2021 by Bansari

જ્યારે આપણે બીમાર પડીએ છીએ, તો આપણે સૌથી પહેલા ડોક્ટર પાસે જઇએ છીએ. પરંતુ ઘણી વખત ખૂબ જ ખર્ચ કર્યા પછી પણ રોગ દૂર નથી થતા, રોગ લાંબા સમય સુધી રહે છે અને દર્દી પથારીવશ થાય છે. ઘણી વખત તો રોગના મૂળ કારણો પણ જાણી નથી શકાતા. આવામાં જો આયુર્વેદની માનીએ તો દેવતાઓનું ધ્યાન અને સ્મરણ કરવાથી તમામ પ્રકારના શારીરિક અને માનસિક રોગો દૂર થાય છે. ગમે તે પ્રકારના કષ્ટ અથવા શારીરિક પીડા કેમ ના હોય, હનુમાનજી સાથે સંકળાયેલા ઉપાયો તેને દૂર કરવામાં મદદ કરી શકે છે.

હનુમાનજી સાથે જોડાયેલા આ ઉપાયોથી રોગનો નાશ થશે

મંગળવારના રોજ પવનપુત્ર હનુમાનજીનો દિવસ હોય છે. એવામાં જો તમે પણ કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો અથવા પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અથવા વારંવાર રોગ અને પરેશાઓ તમને ઘેરી લે છે, તો હનુમાન જીના આ મંત્ર અને તેનાથી સંબંધિત ઉપાય તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

  1. આ મંત્રોથી રોગ થશે દૂર

દોહા મંત્ર

બુદદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌં પવનકુમાર
બલ બુધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેસ બિકાર

ચોપાઈ મંત્ર

નાસૈ રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમત બીરા

હનુમાન ચાલીસાના દોહા અને ચૌપાઈને જો મંત્રની જેમ જાપ કરવામાં આવે તો જટિલથી જટિલ રોગો પણ મટી જાય છે. સાથે જ શારીરિક નબળાઇ અને પરિવારમાં થઇ રહેલા ઝઘડા અને નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે. આ મંત્રોનો જાપ તમે હનુમાનજીના મંદિરમાં, ઘરે, દિવસ દરમિયાન અથવા રાત્રે, જ્યારે મોકો મળે ત્યારે હનુમાનજીનું ધ્યાન કરતા કરી શકો છો.

  1. બજરંગ બાળનો પાઠ કરો

એવું માનવામાં આવે છે કે બજરંગ બાળના પાઠ કરવાથી ભયાનક રોગ જેની સારવાર નથી થઈ રહી, તેને પણ દૂર કરવામાં મદદ મળે છે. વળી સાચા દિલથી બજરંગ બાળના પાઠ કરવાથી શત્રુઓનો પણ વિનાશ થાય છે. પરંતુ આ સમય દરમિયાન સ્વચ્છતા, શુદ્ધતા અને તમારા આચરણને સારું રાખો.

ભગવાન
  1. હનુમાન બાહુકનો પાઠ

જો કોઈ દર્દીને સંધિવા, વટ, માથાનો દુખાવો, ગળાના રોગ, સાંધાનો દુખાવો વગેરેની તકલીફ હોય તો હનુમાન બાહુકનો પાઠ કરો. તેની રચના ગોસ્વામી તુલસીદાસજીએ કરી હતી. હનુમાનજીની કૃપાથી શરીરના તમામ પીડાઓથી મુક્તિ મળી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!