GDP આંકડા મામલે ચિદમ્બરમનું નિવેદનઃ નીતિ પંચ બેકાર સંસ્થા, બંધ કરવી જોઈએ

કેન્દ્ર સરકારે બુધવારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે દશ વર્ષના કાર્યકાળમાં દેશના આર્થિક વિકાસ દરના આંકડા ઘટાડી દીધા છે. નવેસરથી કરવામાં આવેલી ગણતરી બાદ જાહેર કરવામાં આવેલા યુપીએ કાર્યકાળના જીડીપીના આંકડામાં લગભગ દર વર્ષે એક ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કવાયત માટે સરકારે ઈકોનોમીના વિકાસની યોગ્ય તસવીર રજૂ કરવાનો તર્ક રજૂ કર્યો છે. પરંતુ 2019ની લોકસભાની ચૂંટણીથી પહેલા આવી કાર્યવાહીને કારણે રાજકીય ધમાસાણ મચવાના આસાર પેદા થઈ ચુક્યા છે.

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર અને સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પ્રવીણ શ્રીવાસ્તવે સીએસઓ તરફથી તૈયાર કરવામાં આવેલા જીડીપીના બેક સીરિઝ ડેટા જાહેર કર્યા છે. તેમણે કહ્યુ છેકે આમા વધુ ક્ષેત્ર સામેલ કરવામાં આવ્યા છે. જેથી જીડીપીની યોગ્ય રીતે ગણના કરી કરી શકાય. સરકારે 2004-05ના બદલે જીડીપીનું વર્ષ બદલીને 2011-12નું આધાર વર્ષ કર્યું છે. મહત્વપૂર્ણ છે કે જાન્યુઆરી-2015માં સરકારે રાષ્ટ્રીય ખાતાઓ માટે 2004-05ના સ્થાને 2011-12ને આધાર વર્ષ ઘોષિત કર્યું હતું. તેના પહેલા 2010માં યુપીએ સરકારે આધાર વર્ષમાં ફેરફાર કર્યો હતો.

રાજીવ કુમારે કહ્યુ છે કે આ આંકડામાં તાજેતરના સર્વેક્ષણ અને વસ્તીગણતરીના આંકડાને સામેલ કરવામાં આવ્યા છે. તેના સિવાય નવી સીરિઝના રિટેલ અને જથ્થાબંધ મોંઘવારીના આંકડાને પણ જોડવામાં આવ્યા છે. જેમાં સ્ટોક બ્રોકર, મ્યુચુઅલ ફંડ કંપની, સેબી, પીએફઆરડીએ અને આઈઆરડીએને પણ સામેલ કરવામાં આવ્યા છે. રાજીવ કુમારે કહ્યુ છે કે 2004-05 અને 2011-12ને બેસ ઈયરમાં ફેરવવા માટે એક કમિટીએ જીડીપીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાનું અંતર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યુ છે કે આ આંકડો રજૂ કરવાનીપાછળ સરકારની કોઈ ખોટી મનસા નથી. શ્રીવાસ્તવે પણ ક્હયુ છે કે જૂની અને નવી શ્રેણીના આંકડાની સરખામણી થવી જોઈએ નહીં. ગણતરીની નવી પદ્ધતિને ટોચના સ્ટેટેસ્ટિક્સના જાણકારોએ ચકાસી છે.

શ્રીવાસ્તવે કહ્યુ છે કે 2011-12ની સીરિઝ પ્રમાણે નાણાંકીય વર્ષ-2013 માટે જીડીપી 5.5 ટકા, 2014 માટે 6.4 ટકા, 2015માં 7.4 ટકા, 2016માં 8.2 ટકા અને 2017માં 7.1 ટકા જીડીપી વિકાસ દર રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે નાણાંકીય વર્ષ 2014-15થી દેશમાં હાલની એનડીએ સરકારનું શાસન રહ્યું છે. ઓગસ્ટ-2018માં રાષ્ટ્રીય સ્ટેટેસ્ટિક કમિશન તરફથી બેક સીરિઝ ડેટાના આકલન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટી તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટના મુસદ્દામાં હાલની સરકારના ચાર વર્ષના મુકાબલે યુપીએની 2004-05થી 2013-14 સુધીની સરકારના કાર્યકાળથી અર્થવ્યવસ્થાનો વિકાસ વધુ ઝડપથી થવાની વાત જણાવવામાં આવી હતી.

રિપોર્ટમાં નાણાંકીય વર્ષ 2006-07 દરમિયાન તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વવાળી યુપીએ સરકારમાં જીડીપી વિકાસ દર 10.08 ટકા પર પહોંચ્યાની વાત કહેવામાં આવી હતી. આ આર્થિક વિકાસ દર 1991માં દેશના ઉદારીકરણની શરૂઆત બાદથી સૌથી વધુ હતો. આઝાદી બાદ દેશનો સૌથી ઊંચો 10.2 ટકાનો વિકાસદર નાણાંકીય વર્ષ 1988-89માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના કાર્યકાળમાં જોવા મળ્યો હતો. જો કે કમિટીના આ અહેવાલમાં ગણતરીમાં ત્રુટિની વાત કહીને તેને નામંજૂર કરવામાં આવ્યો હતો. બાદમાં હવે નવો બેક સીરિઝ ડેટા સામે આવ્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે કહ્યુ છે કે નીતિ પંચ દ્વારા સંશોધિત જીડીપીનો આંકોડ મજાક છે. આ બેહદ ખરાબ મજાક છે. હકીકતમાં તે આંકડા ખરાબ મજાક કરતા પણ વાહિયાત છે. નીતિ પંચે કહ્યુ છે કે આ ડેટા કોઈના સમ્માનને ઠેસ પહોંચાડવાના ઉદેશ્યથી કરવામાં આપવામાં આવ્યો છે. ચિદમ્બરમે કહ્યુ છે કે નીતિ પંચને બંધ કરી દેવું જોઈએ. આ જ સમય છે કે જ્યારે નીતિ પંચ જેવી બેકાર સંસ્થાને બંધ કરી દેવી જોઈએ.

કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સૂરજેવાલાએ કહ્યું છે કે ભાજપનું આ પગલું ઓપરેશન સફળ થવા છતાં દર્દીના મોત જેવા ક્લાસિક મામલા જેવું છે. નકલી બેક સીરિઝ ડેટા મોદી સરકારના હટવાની તારીખ બદલી શકશે નહીં. સૂરજેવાલાએ કહ્યું છે કે જીડીપી બેક સીરિઝ ડેટા દ્વારા હારેલી મોદી સરકારે ભારતની ગત પંદર વર્ષની સક્સેસ સ્ટોરીને સફળ દેખાડવાનો નિરાશાજનક પ્રયાસ કર્યો છે. મોદી સરકાર અને તેમની કઠપૂતળી સમાન નીતિ પંચ દ્વારા જનતાને બે વત્તા બે બરાબર આઠ હોવાનો વિશ્વાસ અપાવવાની મનસા રાખવામાં આવે છે.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter