GSTV
Gujarat Government Advertisement

વેધર કાઉન્સિલનો અહેવાલ: દેશના વાતાવરણમાં ખતરનાક ઉથલપાથલ, દેશના 75% વિસ્તારોનું વાતાવરણ બદલાયું

Last Updated on December 12, 2020 by pratik shah

ભારતના વાતાવરણમાં ભયાનક ફેરફારો થઈ રહ્યા છે. એનર્જી, એન્વાર્યમેન્ટ અને વેધર કાઉન્સિલના કહેવા પ્રમાણે 75 ટકા ભારતના વાતાવરણમાં ભયાનક ઉથલપાથલ થઈ રહી છે. ચિંતાજનક રીતે ભારતમાં છેલ્લાં દોઢ દશકામાં કુદરતી હોનારતો વધી ગઈ છે અને તાપમાનમાં પણ 0.6 ટકાનો વધારો નોંધાયો છે.

વાતાવરણ

અહેવાલ પ્રમાણે ભારતના 75 ટકા વિસ્તારોમાં ભયંકર ઉથલપાથલ સર્જાઈ રહી છે. દેશનો 75 ટકા વિસ્તાર વાતાવરણના પરિવર્તનનો ભોગ બન્યો છે. 2005 પછી એકાએક ગંભીર ફેરફારો નોંધાયા છે.

યુનાઈટેડ નેશન્સના પર્યાવરણ પ્રોગ્રામના અહેવાલોને ટાંકીને કહેવાયું હતું કે ભારતમાં 1970થી 2005 દરમિયાન 250 કુદરતી હોનારતો થઈ હતી. એટલે કે 35 વર્ષમાં 250 કુદરતી હોનારતો જેવી કે પૂર-દુકાળ-વાવાઝોડાં વગેરે ત્રાટક્યા હતા. પરંતુ 2005થી 2020 સુધીના 15 વર્ષમાં 310 હોનારતો સર્જાઈ ચૂકી છે.

યુએનના પર્યાવરણના અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે વિશ્વનું તાપમાન આ સદીના અંત સુધીમાં સરેરાશ 3 ડિગ્રી વધી જશે. એને ટાંકીને આ અહેવાલમાં કહેવાયું હતું કે ભારતનું તાપમાન છેલ્લાં દશકામાં લગભગ 0.6 ટકા જેટલું વધ્યું છે, જે ગંભીર ફેરફાર તરફ ઈશારો કરે છે. ચિંતાજનક આંકડા રજૂ કરીને અહેવાલમાં કહેવાયું હતું કે 1999થી 2018 સુધીમાં વિશ્વમાં કુદરતી હોનારતોમાં 4.95 લાખ લોકોના મોત થયા હતા.

દુનિયામાં લગભગ 12,000 કરતાં વધુ હોનારતો થઈ હતી અને તેના કારણે 3.54 ટ્રિલિયન ડોલરનું આર્થિક નુકસાન દુનિયાને થયું હતું. ભારતને ચેતવણી આપતા અહેવાલમાં કહેવાયું હતું કે દેશમાં સતત ફેરફારો થઈ રહ્યા છે એટલે તે દિશામાં અત્યારથી પગલાં ભરવા જરૂરી છે. જો અત્યારે તે દિશામાં નીતિ બનાવવામાં નહીં આવે તો આગામી દશકામાં ભારતે ગંભીર પરિણામો ભોગવવા પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!