GSTV
Gujarat Government Advertisement

ગુજરાતીઓને કોરોનામાં ભગવાન ભરોસે છોડી ગઈ ભાજપ અને કોંગ્રેસની સત્તા માટે રાજરમતો શરૂ, રોગચાળો બની ગયો બેકાબૂ

ગુજરાત

Last Updated on June 6, 2020 by Bansari

એક તરફ, ગુજરાતમાં કોરોનાએ કાળો કેર મચાવ્યો છે ત્યારે બીજી તરફ, રાજ્યસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. કોરોનાને કોરાણે મૂકી ચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ સક્રિય બન્યાં છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ કોંગ્રેસને અલવિદા કહી ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દીધુ છે જેના લીધે કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે.કોંગ્રેસમાં ભંગાણ સર્જાતાં હવે રાજ્યસભાની ચૂંટણીનુ રાજકીય ગણિત બદલાયુ છે જેના કારણે કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવી અઘરી બની છે જયારે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે જીતની તકો ઉજળી બની છે.

કોરોના મહામારી વચ્ચે રાજકારણ તેજ

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે રાજકારણ તેજ બન્યુ છે કેમકે, રાજયસભાની ચૂંટણી નજીક આવી છે ત્યારે અત્યારથી જ પક્ષપલટાનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના બે ધારાસભ્ય અક્ષય પટેલ અને જીતુ ચૌધરી ગઇકાલથી સંપર્કવિહોણા બન્યા હતાં .બંને ધારાસભ્યો તેમના નિવાસસ્થાને ન હતાં. એટલું જ નહીં ,બંને ધારાસભ્યોના ફોન પણ બંધ રહ્યાં હતાં. જેના કારણે કોંગ્રેસનુ મોવડીમંડળ પણ ચિંતામાં મૂકાયુ હતું. કોંગ્રેસના નેતાઓ બંને ધારાસભ્યોએ રાજીનામા નથી આપ્યાં તે વાત પર અડગ રહ્યા હતાં પણ આખરે બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હતું કેમકે, ખુદ વિધાનસભાના સ્પિકર રાજેન્દ્ર ત્રિવેદીએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું ેકે,જીતુ ચૌધરી અને અક્ષય પટેલ બુધવારની સાંજે રૂબરૂમાં આવીને સ્વૈચ્છિક રીતે રાજીનામુ આપી ગયા હતાં. બંને ધારાસભ્યોના રાજીનામા સ્વિકારી લેવાયાં છે.હવે તેઓ ધારાસભ્ય રહ્યાં નથી.

રાજ્યસભાની ચૂંટણીમાં સ્ટ્રેટેજી ઘડવા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળે તે પહેલા અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ રાજીનામુ ધરી કોંગ્રેસનો મોટો ઝાટકો આપ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે ભાજપે સોગઠા ગોઠવી ખેલ પાડી દીધો હતો જેમાં કોંગ્રેસ ઉંઘતી ઝડપાઇ હતી. રાજ્યસભાની ચૂંટણી વખતે અત્યાર સુધીમાં કુલ સાત કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામુ આપી ચૂક્યાં છે.હવે કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યા ઘટીને 66 રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું ધરતાં રાજ્યસભાનું ગણિત બદલાયુ છે.કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવી મુશ્કેલ બની છે જયારે ભાજપ માટે ત્રીજી બેઠક જીતવાનો માર્ગ વધુ સરળ બન્યો છે.હજુ વધુ ધારાસભ્યો પક્ષની વંડી ઠેકે નહીં તે માટે કોંગ્રેસે સતર્ક બન્યું છે.કોંગ્રેસ વધુ ધારાસભ્યો કેસરિયા ન કરે તે માટે કઇ સ્ટ્રેટેજી અપનાવે છે તે જોવાનુ રહ્યું.

હાલમાં વિધાનસભાની સ્થિતી શું છે ?

ભાજપ: 103 ધારાસભ્ય

કોંગ્રેસ: 66 ધારાસભ્ય

બીટીપી: 2 ધારાસભ્ય

એનસીપી: 1 ધારાસભ્ય

અપક્ષ: 1 ધારાસભ્ય

કુલ: 175 ધારાસભ્ય

BTP બંને મત આપે તો પણ કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવી મુશ્કેલ

હાલમાં કુલ 175 ધારાસભ્યોના સંખ્યાબળને જોતાં એક બેઠક જીતવા 35 મતોની જરૂર છે.ભાજપને ત્રણ બેઠકો માટે 105 મતો અને કોગ્રેસને બે બેઠક માટે 70 મતો જોઇએ છે. અત્યારે પરિસ્થિતી એવી છેકે, કોંગ્રેસ પાસે 66 ધારાસભ્યો અને ભાજપ પાસે 103 ધારાસભ્યો છે. કોંગ્રેસને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી અને બીટીપીના બંનેમતો મળે તો પણ કુલ મતોની સંખ્યા 69 થાય છે. આ તરફ,ભાજપને એનસીપીના એક મત સાથે 104 મત થાય છે.બીટીપીમાંથી એક પણ મત મળે તો નરહરિ અમીની જીત પાક્કી છે.હવે બીટીપીનુ રાજકીય ગણિત શું છે તેના પર પરિણામ નક્કી થશે.

દિલ્હીના ઇશારે કૈલાશનાથન જ MLAની ખરીદી કરે છે

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો દોર શરૂ થયો છે ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવા આક્ષેપ કર્યો છેકે, ગુજરાતમાં કોરોનામાં મરતા લોકોને બચાવવાને બદલે ભાજપને રાજ્યસભાની ચૂંટણી જીતવાનામાં રસ પડયો છે.ધાનાણીએ આઇએએસ કૈલાશનાથન પર આરોપ મૂક્યો છેકે,કમળ અને કેકે એક કિસ્સાની બે બાજુ છે.દિલ્હીના ઇશારે કેલાશનાથન જ ધારાસભ્યોની ખરીદી કરી રહ્યાં છે.

કોરોનાના કેર વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયુ છે ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં કોરોના વકર્યો છે.અમદાવાદ સિવિલ કબ્રસ્તાન બની છે.રોજ લોકો કોરોનાથી મોતને ભેટી રહ્યંા છે ત્યારે રાજ્ય સરકાર આંકડા છુપાવી લોકોને ગેરમાર્ગે દોરી રહી છે.એટલું જ નહીં, કોરાનાના ટેસ્ટ સુધ્ધાં કરવામાં આવતા નથી. કોરોનાને કોરાણે મૂકીને સરકાર ચૂંટણી જીતવા મથામણ કરી છે.કોરોનાના કાબુમાં લેવામાં સરકાર નિષ્ફળ નિવડી છે તેનો ગુજરાતની જનતાને અહેસાસ થઇ રહ્યો છે ત્યારે કમળને જીવંત કરવા કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરવા માંડી છે.

ધાનાણીએ એવો પણ આક્ષેપ કર્યો કે,ધમણની કમાણીમાંથી ધારાસભ્યોની ખરીદી કરવામાં આવી રહી છે. ધાનાણી ટ્વિટ કરીને આઇએએસ કે.કૈલાશનાથન પર એવો આરોપ મૂક્યો છેકે,કોરોના,કમળને કેકે,એક સિક્કાની બે બાજુ છે.કોરોનાની કઠણાઇથી મૂરઝાયેલાં કમળને ફરી ખિલવવા માટે કે.કે જ કાળા કામની કળા કરી રહ્યાં છે.કોંગ્રેસના ધારાસભ્યોને યેનકેન પ્રકારે દબાણ કરી ડરાવવા-ધમકાવવાની રીતીનીતિ અપનાવાઇ રહી છે.મુખ્યમંત્રી કાર્યાલયમાં બેસી દિલ્હીના ઇશારે કૈલાશનનાથન જ કાળા કામો કરી રહ્યાં છે.કોરોનાની મહામારી વખતે દર્દીઓને ભગવાન ભરોસે છોડી ભાજપ સરકાર ધારાસભ્યોની ખરીદી કરી રાજકીય સોદા પાર પાડી રહ્યું છે ત્યારે આજે નહીં તો કાલે ગુજરાતની જનતા ભાજપને મતોના જોરથી રાજકીય સબક શિખવાડશે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સરકારની ટીકા કરતાં કહ્યું કે,આ રાજકારણ કરવાનો સમય નથી. કોરોનાને કાબૂમાં નિષ્ફળ સરકાર હવે કોંગ્રેસના ધારાસભ્યોને યેનકેન પ્રકારે હેરાન કરીને દબાવવાની કોશિષ કરી રહી છે તેમાં આઇએએસ અધિકારી સરકારના ઇશારે આ કામો કરી રહ્યાં છે.કોંગ્રેસના પ્રતિનિધીમંડળે આજે ખેડૂત,આદિવાસી સહિત વેપારીવર્ગની સમસ્યાને લઇને રાજ્યપાલને આવેદન પત્ર આપ્યુ હતું.

ફરી રિસોર્ટ પોલિટિક્સ, કોંગ્રેસના ધારાસભ્યોને સલામત સ્થળે લઇ જવાશે

રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ગાબડાં પડયાં છે.હવે કોંગ્રેસ માટે બીજી બેઠક જીતવી અઘરી છે ત્યારે હજુય કોંગ્રેસના ધારાસભ્ય પક્ષ ન છોડે તે માટે તૈયારી કરાઇ છે. કોંગ્રેસના ધારાસભ્યોને ગુ્રપ વાઇઝ સલામત સ્થળે રાખવા નક્કી કરાયુ છે.એટલું જ નહીં,સિનિયર નેતાઓને ધારાસભ્યોને સાચવવા જવાબદારી અપાઇ છે.સૂત્રોના મતે,ધારાસભ્યોેન અન્ય રાજ્યમાં પણ લઇ જવાય તેવી શકયતા જોવાઇ રહી છે.બે ત્રણ ગુ્રપમાં ધારાસભ્યોને જુદા જુદા સ્થળોએ રાખવામાં આવે તેમ નક્કી કરાયુ છે.આમ,ફરી એક વાર ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ જામશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

તારાજી / એક જ દિવસમાં 70 ઈંચ વરસાદથી શાપુર થઈ ગયું હતું બરબાદ, લોકોએ 48 કલાક ઘરના છાપરે વિતાવ્યા હતા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!