GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

વિશ્વનાં આ ત્રણ દેશોમાં ઘાતક વાયરસની પરિસ્થિતિ વધુ ગંભીર, ચેપગ્રસ્તોની સંખ્યામાં થયો વધારો

સમગ્ર વિશ્વ જીવલેણ વાયરસનો સામનો કરી રહ્યો છે. ત્યારે વિશ્વમાં આ દેશોમાં કોરોનાવાયરસનો પ્રકોપ વધ્યો છે. જેમાં વિકટોરિયા રાજ્યમાં કોરોનાના 127 નવા કેસો નોંધાવાને પગલે વિક્ટોરિયાના પ્રિમિયર ડેનિયલ એન્ડ્રયુઝે 100 વર્ષમાં પહેલીવાર પાડોશી રાજ્ય ન્યુ સાઉથ વેલ્શ સાથેની સરહદ બંધ કરી દીધી છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાને કારણે બે જણાના મોત થતાં કુલ મરણાંક 22 થયો છે. હવે વિક્ટોરિયાના રહેવાસીઓએ ન્યુ સાઉથ વેલ્શ જવું હોય તો પરવાનગી મેળવવી પડશે.

વિકટોરિયા રાજ્યમાં કોરોનાના 127 નવા કેસો નોંધાયા

દરમ્યાન મેલબોર્નમાં 3000ની વસ્તી ધરાવતાં નવ હાઉસિંગ ટાવરમાં લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું. મેલબોર્નના બીજા 12 વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું છે પણ ટાવરના રહેવાસીઓ માટે કડક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ ટાવરના રહેવાસીઓને તેમના ઘરની બહાર નીકળવાની મનાઇ છે. પોલીસ લોકડાઉનનો અમલ કરવા માટે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે. ન્યુ સાઉથ વેલ્શના પ્રિમિયર બેરેજિકલિયાને જણાવ્યું હતું કે મેલબોર્ન કોરોના હોટસ્પોટ બની ગયું છે. હવે મેલબોર્નમાંથી સરહદ પાર કરીને બહાર જવાનું બંધ કરવામાં આવ્યું છે.

મેલબોર્નમાંથી સરહદ પાર કરીને બહાર જવાનું બંધ કરવામાં આવ્યું

પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3344 કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા 2,31,000 થઇ છે. 50 જણના મોત થવા સાથે મરણાંક પણ વધીને 4762 પર પહોંચ્યો છે. બીજા 2406 દર્દીઓની હાલત ખૂબ ગંભીર હોવાનું જણાયું છે. સૌથી વધારે કોરોનાના કેસો 94528 સિંધમાં નોંધાયા છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધીને 1342 થઇ છે. પાકિસ્તાનના આરોગ્ય પ્રધાન ડો. ઝફર મિર્ઝાને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. દરમ્યાન સિંગાપોર સરકારે જણાવ્યું હતું કે પાંચ ભારતથી આવેલાં લોકોને કોરોનાનો ચેપ હોવાનું જણાયું છે.તેઓને 14 દિવસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3344 કેસો નોંધાયા

સિંગાપોરમાં 24 કલાકમાં કુલ 183 નવા દર્દીઓ નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 44,983 થઇ છે. સિંગાપોરમાં હાલ 212 દર્દીઓ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઇ રહ્યા છે. બીજી તરફ યુકેના નાણાં પ્રધાન રિશી સૌનકે કળા, સંસ્કૃતી અને હેરિટેજ ઉદ્યોગને લોકડાઉનની મંદીમાંથી ઉગારવા માટે ગ્રાન્ટ અને સસ્તી લોનનું 1.57 બિલિયન પાઉન્ડનું પેકેજ જાહેર કર્યું હતું. સૌનકે જણાવ્યું હતું કે આપણી વિશ્વ વિખ્યાત ગેલેરીઓ, સંગ્રહાલયો, સંગીતના સ્થળો અને સ્વતંત્ર સિનેમા એ આપણાં અર્થતંત્રને ધબકતું રાખે છે અને તેમાં સાત લાખ લોકોને રોજગાર મળે છે.

સિંગાપોરમાં હાલ 212 દર્દીઓ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ

આ કારણોસર જ અમે તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તેમને માટે પેકેજ જાહેર કર્યું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે યુકેનો સંસ્કૃતી ઉદ્યોગ આ દેશના હ્દયમાં ધબકે છે. આ રકમથી ભાવિ પેઢીઓ માટે કળા સચવાઇ રહેશે. આ નવું પેકેજ સમગ્ર દેશમાં ઉપલબ્ધ બનશે. નોર્ધન આયરલેન્ડને 33 મિલિયન પાઉન્ડ, સ્કોટલેન્ડને 97 મિલિયન પાઉન્ડ અને વેલ્શને 59 મિલિયન પાઉન્ડ ફાળવવામાં આવ્યા છે. 1.15 બિલિયન પાઉન્ડની રકમમાંથી 270 મિલિયન પાઉન્ડ રિપેયેબલ રહેશે જ્યારે 880 મિલિયન પાઉન્ડ ગ્રાન્ટસ રૂપે આપવામાં આવશે. 100 મિલિયન પાઉન્ડની રકમ ઇંગ્લેન્ડની નેશનલ કલ્ચરલ ઇન્સ્ટિટયુશનને તથા ઇંગ્લીશ હેરિટેજ ટ્રસ્ટને ફાળવવામાં આવશે.

READ ALSO

Related posts

UP : ભાજપે અયોધ્યામાં રામ મંદિરનું કર્યું ભૂમિપૂજન કર્યું, સૈફઇમાં અખિલેશ યાદવ બનાવડાવશે કૃષ્ણની વિરાટ પ્રતિમા

pratik shah

ભારતમાં કોરોનાનો હાહાકાર : રેકોર્ડબ્રેક 67 હજારથી વધુ નવા પોઝીટીવ સાથે કુલ આંક 24 લાખ નજીક

Karan

રાજકોટના પડધરીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!