દિવસેને દિવસે કોરોના વાયરસ સમગ્ર દુનિયા માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં બુધવારે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 82,726 પર પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં સંક્રમણની ખબર મળ્યા બાદ અત્યાર સુધીમાં 192 દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના 14,38,290 મામલા સામે આવ્યા છે. જેમાંથી ઓછામાં ઓછા 275,500 લોકો સંક્રમણમાંથી મુક્ત થઈ સાજા થઈ ગયા છે. મંગળવારના રોજ દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણના 41,107 નવા કેસ આવ્યા છે, તો વળી 2584 લોકોના મોત પણ થયા છે.
ભારતમાં કોરોનાની સ્થિતી
ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 5274 થઈ ગઈ છે. જ્યારે તેમાં 411 લોકો સાજા થયા છે. જ્યારે 149 લોકોના મોત થયા છે. દેશમાં હાલ 4714 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1100 કેસ છે. જ્યારે 64 લોકોના આ વાયરસના કારણે મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 508 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 13 લોકોના મોત થયા છે.

સમગ્ર વિશ્વમાં કોરોનાની અપડેટ
- ઈટલીમાં સંક્રમણથી 17,127 લોકોના મોત થયા છે. અહીં સંક્રમણના 135,586 કેસ આવ્યા છે, જેમાંથી 24,392 લોકો સાજા થયા છે.
- સ્પેનમાં 14,555 લોકોના મોત થઈ ચુક્યા છે અને 146,690 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
- અમેરિકામાં મોતના આંકડામાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. અહીં સંક્રમણના કુલ 399,929 થઈ ગયા છે, જેમાં 12,911 લોકોના મોત થયા છે.
- ફ્રાન્સમાં પણ 10,328 લોકોના સંક્રમણમાં આવતા મોત થયા છે. અને 109,069 લોકો સંક્રમિત થયા છે.
- બ્રિટેનમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યામાંથી 6,159 લોકોના મોત થયા છે અને સંક્રમિત 55,242 કેસ આવ્યા છે.
- ચીનમાં અત્યાર સુધીમાં 3,333 લોકોના મોત અને સંક્રમણના 81,802 કેસ થયા છે, અહીં 77,273 લોકો સાજા થયા છે.
- યૂરોપમાં પણ અત્યાર સુધીમાં સંક્રમણના 750,276 કેસ આવ્યા છે અને 58,627 લોકોના મોત થઈ ગયા છે. અમેરિકા અને કેનેડામાં 13,309 મોત થયા છે અને સંક્રમણના 417,740 મામલા આવ્યા છે.
- એશિયામાં સંક્રમણના 125,215 કેસ આવ્યા છે અને 4395 લોકોના મોત થયા છે.
- પશ્ચિમ એશિયામાં સંક્રમણના 88,158 કેસ અને 4234 લોકોના મોત થયા છે.
- લેટિન અમેરિકા અને કેરેબિયામાં સંક્રમણના 39,297 કેસ અને 1570 લોકોના મોત થયા છે.
- આફ્રિકામાં સંક્રમણથી 537 લોકોના મોત થયા છે અને ત્યાં સંક્રમણના 10,605 કેસ સામે આવ્યા છે.
READ ALSO
- પ્રધાનમંત્રી જન-ધન યોજન હેઠળ અત્યાર સુધીમાં ખુલ્યા કરોડો ખાતા
- મર્સિડિઝ કાર અને કરોડોની સંપત્તિના માલિક છે પત્રકાર પોપટલાલ: એક એપિસોડ માટે લે છે આટલી ફી, આવી છે લાઇફસ્ટાઇલ
- ખરીદો 1 રૂપિયામાં ઘરે બેઠા સોનુ, જાણો આ સેવા અંગે તમામ જાણકારી
- ડખા પડ્યા/ સરકાર્યવાહક મુદ્દે સંઘ-ભાજપ સામસામે : નંબર ટુના પદ માટે ખેંચતાણ, માધવન સાથે બગડ્યું
- કૃષિમાં ક્રાંતિ/ આ પદ્ધતિથી હવે હવામાં ઉગશે બટાટાં, 10 ગણું વધશે ઉત્પાદન, ગુજરાતીઓ થશે માલમાલ