આ છે દુનિયાના સૌથી અમીર ડોન, નંબર 1ની સંપત્તિથી આફ્રિકા ખંડનો દેશ પણ ખરીદી શકાય

દુનિયાના અંડરવર્લ્ડ ડોન પોતાના કુખ્યાત કારનામાની સાથો સાથ પોતાની સંપત્તિને લઈને પણ ખ્યાતનામ હોય છે. આજે દુનિયાના કેટલાક એવા ડોન પર નજર કરીશું જેમની સંપત્તિથી આફ્રિકાનો નાનો એવો દેશ આખે આખો ખરીદી શકાય.

ખૂન સા

આ લિસ્ટમાં પાંચમાં નંબર પર છે ખૂન સા. ખૂનસા મ્યામારનો સૌથી મોટો અંડરવર્લ્ડ ડોન છે. જે એક ખૂબ મોટો અપરાધી પણ છે. ખૂન સા એક સમયે 32 હજાર કરોડની સંપત્તિ ધરાવતો હતો. તેણે 200 લોકોની ટીમ બનાવી હતી. જે હથિયાર અને અફીણનો ગેરકાયદેસર વ્યાપાર કરતી હતી.

ઓશોઆ બ્રધર્શ

ચોથા નંબર પર છે કોલંબિયાના ઓશોઆ બ્રધર્સ. આ ત્રણ ભાઈઓની જોડી હતી. જે કોકીનની તસ્કરી કરતા હતા. ઓશોઆ બ્રધર્સની કુલ સંપત્તિ લગભગ 39 હજાર કરોડ રૂપિયા બતાવવામાં આવે છે. એક રિપોર્ટ પ્રમાણે ઓશોઆ બ્રધર્સના મોટાભાઈ 1991માં સરેન્ડર કરી દીધું હતું.

દાઉદ ઈબ્રાહિમ

ત્રીજા નંબરે ભારતનો સૌથી મોટો અને કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ છે. દાઉદ ઈબ્રાહિમ હાલ પાકિસ્તાનમાં રહે છે. ભારતમાં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને તાજ હોટેલનો તે માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે. દાઉદ ઈબ્રાહિમની કુલ સંપત્તિ 43 હજાર કરોડ રૂપિયાની આસપાસ માનવામાં આવે છે.

અમાડો કૈરિલો ફેટ્સ

આ મેક્સિકોનો સૌથી મોટો ડોન છે. અમાડો પાસે કુલ 1.62 લાખ કરોડ રૂપિયાનો માલિક છે. જે પાબ્લો એસ્કોબારની માફક ડ્રગ્સની તસ્કરી કરી કમાણી કરતો હતો.

પાબ્લો એસ્કોબાર

પાબ્લો એસ્કોબાર દુનિયાનો સૌથી અમીર ડોન હતો. કોકિનની દુનિયામાં તેની બાદશાહત હતી. પૂરી દુનિયામાં 80 ટકા કોકિનની સપ્લાઈ તે કરતો હતો. વર્ષ 1993માં પોલીસ એન્કાઉન્ટરમાં પાબ્લોની મૌત થઈ ગઈ. પાબ્લોની સંપત્તિ એક અઠવાડિયાની 420 મિલિયન હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter