GSTV
Home » News » દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

દુનિયાની સૌથી જૂની હોટલ, જેને 1300 વર્ષથી ચલાવી રહ્યો છે એક જ પરિવાર

દુનિયામાં એવી ઘણી હોટલ છે જે ઘણી જૂની છે. જોકે, તે સમયની સાથે બદલાતી રહે છે. પરંતુ જાપાનમાં એક એવી હોટલ છે જેણે આજે પણ પોતાનો ઈતિહાસ યથાવત રાખ્યો છે. આ દુનિયાની સૌથી જૂની હોટલ છે. જેનું નામ “ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ”માં નોંધાયેલું છે.

આ હોટલનું નામ છે “નિશિયામા ઓનસેન કિયૂનકન” તેને ફુજિવારા મહિતો નામના વ્યક્તિએ વર્ષ 705માં બનાવી હતી. લગભગ 1300 વર્ષ જૂની આ હોટલને આજે તેમના પરિવારની 52મી પેઢી ચલાવી રહી છે.

આ હોટલમાં દુનિયાભરનાં લોકો આવે છે. જેમાં ઘણાં મોટા જાણીતા લોકો પણ સામેલ છે. આ હોટલ પોતાના આલિશાન ગરમ ઝરણાઓ માટે જાણીતી છે. જે તેને અન્ય હોટલો કરતાં અલગ અને ખાસ બનાવે છે.

આ હોટલની એકતરફ સુંદર નદી વહે છે. તો બીજી તરફ ગાઢ જંગલ છે. હોટલની બારી ખોલવા પર તમને અહીંનો સુંદર દ્રશ્ય દેખાશે જેને જોઈને તમને અહીંથી બીજે ક્યાંય પણ જવાનું મન જ નહી કરે.

આ હોટલમાં કુલ 37 રૂમો છે, જેનું એક રાતનું ભાડું લગભગ 33 હજાર રૂપિયા છે. સમય સમય પર આ હોટલનું નવીનીકરણ થતુ રહે છે. છેલ્લે 1997માં તેનું નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ.

READ ALSO

Related posts

તમારુ બાળક ડોક્ટર, એન્જીનિયર અથવા તો બનશે સામાન્ય માણસ, હવે DNAથી જ થઈ જશે ક્લિયર

Mansi Patel

Video: ‘શાહરૂખ ખાન મારી માના પતિ છે…’ આ યુવતીએ જાહેરમાં કર્યો મોટો ધડાકો

Bansari

એનએસયુઆઈએ BRTS બંધનું આપ્યું એલાન, કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!