વિશ્વમાં મરઘીએ માંસાહાર માટે સૌથી વધુ ભોગ બનતો જીવ છે. દર વર્ષે ૫ અબજથી વધુ મરઘીઓની માંસ માટે હત્યા થાય છે. વ્યવસાયિક ધોરણે મરઘાપાલન વધતું જાય છે તેનો એક માત્ર હેતું ચિકન મેળવવાનો હોય છે, પોલ્ટ્રીફાર્મમાં રહેતા જીવોના જીવન પર લટકતી તલવાર હોય છે. જો કે એ વાતની નવાઇ લાગશે કે દુનિયામાં એક મરઘીએ સૌથી ઉંમરલાયક મરઘી હોવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

અમેરિકાના મિશિગનમાં રહેતી મરધીનું નામ પીનટ છે. પીનટની ઉંમર ૨૦ વર્ષ કરતા પણ વધારે છે. પીનટનો જન્મ ૨૦૦૨માં થયો હતો. તે ટૂંકા સમયમાં ૨૧ વર્ષ પૂરા કરશે. પીનટને માર્સી ડાર્વિન નામની નિવૃત લાયબ્રેરિયનના ઘરે રહે છે. સામાન્ય રીતે મરઘીનું કુદરતી આયુષ્ય ૧૦ થી ૧૨ વર્ષનું હોય છે. પીનટ ઉંમરના કુદરતી પડાવને પાર કરીને પણ પૃથ્વી પર હયાત છે.
માર્સી ડાર્વિન માને છે કે પીનટ વૃધ્ધ થઇ ગઇ છે પરંતુ તેના જીવનને ભરપૂર માણ્યું છે. પીનટની ઉંમરને વેરિફાય કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે મરઘીઓની ઉંમરમાં ખૂબજ તફાવત જોવા મળે છે. સામાન્ય રીતે ૫ થી ૧૦ વર્ષ હોય છે પરંતુ કયારેક જીવનકાળ ખૂબ જ લંબાઇ જાય છે.
અગાઉ ૨૦૧૨માં એક મરઘીએ ૨૩ વર્ષને ૧૫૨ દિવસ સુધી જીવી હતી. પીનટની ઉંમરનું રહસ્ય ખૂબ ખોરાક અને ઉંઘ છે. માલકણ માર્સી પીનટના ૨૧ વર્ષની ઉજવણી માટે તૈયારીઓ શરુ કરી છે. માર્સી પોતાની પ્યારી પીનટ સાથે ખૂબ સમય પસાર કરે છે. વિશ્વની સૌથી વૃધ્ધ મરઘી પોતાના ઘરે હોવાનું ગૌરવ ધરાવે છે.
READ ALSO…
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો