GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કોરોનાકાળમાં પણ આ કંપનીના શેરમાં આવ્યો 90 ટકાનો ઉછાળો, સૌથી વધુ ભરોસાપાત્ર કંપનીમાં મોખરે

કોરોના સંકટના કારણે સમગ્ર દુનિયામાં ઉદ્યોગો અને ધંધાની ખરાબ હાલત થયા છે.અનેક કંપનીઓએ પોતાના કર્મચારીઓ પર પગાર કાપનો બોઝ નાખ્યો છે. ત્યારે આવા સમયે સંકટને માત આપી એક કંપનીના શેરમાં વિતેલા 6 મહિનામાં 90 ટકાનો ઉછાળો આવ્યો છે. જો કે, કંપનીનું કારખાનુ લોકડાઉન દરમિયાન એક મહિના માટે સમગ્રપણે બંધ રહ્યુ હતું.

રોકાણકારો રસ દાખવી રહ્યા છે

ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા કંપનીમાં રોકાણ કરવા માટે રોકાણકારોએ ઘણો રસ દાખવી રહ્યા છે. અમેરિકાની આ કંપના શેર બુધવારના રોજ પોતાની રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયા હતા. પોતાની કંપનીના આ ઉછાળા પર ટોયોટા કંપનીને પાછળ રાખી દુનિયાની મોસ્ટ વૈલ્યૂએબલ કંપની બની ગઈ છે.

એક મહિના માટે કારખાનુ બંધ હતું છતાં શેરમાં આવ્યો ઉછાળો

કોરોના કાળના કારણે લોકડાઉનમાં પણ ટેસ્લા કંપનીનું કેલિફોર્નિયા સ્થિત આવેલુ મુખ્ય કારખાનુ એક મહિના માટે બંધ રહ્યુ હતુ તેમ છતાં પણ રોકાણકારો આ કંપનીમાં રુચિ દાખવી રહ્યા છે. 9 જાન્યુઆરીએ પહેલી વાર ટેસ્લા કંપનની શેર વેલ્યૂ જનરલ મોટર્સ અને ફોર્ડ મોટર કંપનીની સંયુક્ત બજાર મૂલ્ય જેટલી થઈ ગઈ હતી. ત્યાર બાદ માર્ચ-એપ્રિલમાં થોડો ઘટાડો નોંધાયો હતો. ત્યાર બાદ કંપનીના શેરમાં સતત વધારો જોવા મળ્યો હતો.

દુનિયામાં સૌથી ભરોસાપાત્ર કંપની બની

ટેસ્લાએ 2019ની આસપાસ 3 લાખ 70 હજાર કારોની વેચાણ કર્યુ હતું. આ સંખ્યા ટોયોટા, જીએમ, ફોર્ડ, હોંડા અને વોક્સવેગન જેવી કંપનીઓની સરખામણીએ ઘણુ ઓછુ છે, કારણ કે, આમાથી એક કંપની 1 કરોડ કારનું વેચાણ કરે છે અને વિશ્વભરમાં કુલ મળીને 9 કરોડ કાર વેચે છે.

READ ALSO

Related posts

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah

વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં 2.85 લાખથી વધારે નવા પોઝીટીવ કેસ, 67 હજાર કેસ સાથે પ્રથમ નંબરે છે ભારત

Karan

છત્તીસગઢનાં સુકમા જીલ્લામાં અથડામણ, સુરક્ષાબળોએ 4 નક્સલીઓને કર્યા ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!