GSTV

અહીંયા ઉગે છે દુનિયાનું સૌથી ઝેરી મશરૂમ, માત્ર અડવાથી પણ થઈ જશો ગંભીર બીમારીનો ભોગ

મશરૂમ પ્રોટીન અને ફાઈબનો સૌથી સારો સ્ત્રોત માનવામા આવે છે. તેના એન્ટીઓક્સીડેન્ટ ગુણના કારણે જ તેને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. આ પ્રકારનો ફૂગ છે, જે વરસાદના દિવસોમાં સડી-ગળી કાર્બનિક પદાર્થ પર પોતાનાથી જ ઉગી જાય છે. જોકે, એ પણ સત્ય છે કે, બધા પ્રકારના મશરૂમ ખાવામાં આવતા નથી. કેટલાક મશરૂમ ઝેરીલા પણ હોય છે. સંશોધનકર્તાઓએ એક એવા ખતરનાક અને ઝેરીલા મશરૂમની પ્રજાતિની ભાળ મેળવી છે. જેને ખાવા તો દૂરની વાત પણ માત્ર ટચ કરવાથી બીમાર થઈ શકે છે.

ફૂગ સમજીને ચામાં મીક્સ કરી પી લીધી

લાલ રંગનું આ ઝેરી ફૂગ ઓસ્ટ્રેલિયામાં મળી આવે છે. જોકે, આ પહેલા જાણકારોનું માનવુ હતુ કે, આ ફૂગ જાપાન અને કોરિયા જેવા એશિયાઈ દેશમાં જ થાય છે, પરંતુ આ ફૂગ ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડમાં પણ મળી આવે છે. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે આ ઝેરી ફૂગના કારણે જાપાન અને દક્ષિણ કોરિયામાં ઘણા લોકોની મોત થઈ ગઈ હતી. લોકોએ આ પારંપરિક ચિકિત્સામાં વપરાશ કરવામાં આવતી ખાદ્ય ફૂગ સમજીને ચામાં મીક્સ કરી પી લીધી હતી. ત્યારબાદ તેમની પણ મોત થઈ ગઈ હતી.

મગજને પણ નુકસાન થાય છે

વૈજ્ઞાનિકોના મત પ્રમાણે, આ ફૂગ એટલું ઝેરી છે કે, તેને ખાધા બાદા ઓર્હન નિષ્ફળ થવા લાગે છે. માણસના અંગ કાર્ય કરવાનું બંધ કરે છે અને મગજને પણ નુકસાન થાય છે. એટલું જ નહીં ફૂગને સ્પર્શ કરવાથી શરીરમાં સોજો આવે છે. જેમ્સ કૂક યુનિવર્સિટી (JCU) ના સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, આ એકમાત્ર ફૂગ છે જેનું ઝેર સ્કીન દ્વારા ગ્રહણ કરી શકે છે. પોડોસ્ટ્રોમા કોર્નુ-ડેમ નામની આ ઝેરી ફૂગની શોધ પ્રથમ વખત વર્ષ 1895 માં ચીનમાં થઈ હતી. તાજેતરના અહેવાલ મુજબ, ઈંડોનેશિયા અને ન્યૂ પાપુઆ ગિનીમાં પણ ફૂગ જોવા મળ્યું છે.

ઝેરી ફૂગની જાણ થઈ શકી ન હતી

એક રીપોર્ટ પ્રમાણે, ડૉક્ટર બેરેટે જણાવ્યુ છે કે, ઓસ્ટ્રેલિયામાં મશરૂમને વધારે પસંદ કરવામાં આવતુ નથી. આ જ કારણ છે કે, અત્યાર સુધી આ ઝેરી ફૂગની જાણ થઈ શકી ન હતી. એક રીપોર્ટ પ્રમાણે છેલ્લા 6 મહીનામાં ઓસ્ટ્રેલિયામાં 20થી વધુ એવી ફૂગની પ્રજાતીઓની ઓળખાણ કરવામાં આવે છે, જે અનદેખી છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!