GSTV

POISON GARDEN/ અહીં આવેલો છે ઝેરીલો ગાર્ડન, કોઈનું મોત ન થાય તે માટે એક પણ છોડને ટચ કરવાની છે મનાઈ

Last Updated on August 4, 2021 by Pravin Makwana

દુનિયામાં એવી કેટલીય જગ્યા છે, જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. કેટલીય જગ્યા રહસ્યમયી પણ હોય છે. શું તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, એક ગાર્ડન કે જેની સુંદરતા અદ્ભૂત હોય, તેમ છતાં ત્યાં કોઈ જતુ ન હોય. એક એવો બગીચો જ્યાંથી કોઈ ક્યારેય પાછુ ન આવ્યું હોય. તો આવી જાણીએ આ રહસ્યમય જગ્યા વિશે…

સુંદરતાને કારણે લોકોમાં આકર્ષણ

તમે ભાગ્યેજ કદાચ આ ગાર્ડન વિશે સાંભળ્યુ હશે, દુનિયાનો આ એક એવો બગીચો છે, જ્યાં ગયેલા લોકો ક્યારેય પાછા આવ્યા નથી. આ ગાર્ડનમાં લોકો જવાનું તો દૂર પણ તેનું નામ સાંભળીને જ ડરી જાય છે. આ ગાર્ડનમાં લોકોને ક્યારેય એકલા જવાની છૂટ આપવામાં આવતી નથી. અહીં લોકો ગાર્ડની સાથે જ જાય છે. કોઈ ભૂલ પણ જો એકલા જતું રહે તો તે, ક્યારેય પાછુ આવતું નથી.

ઉત્તરી ઈંગ્લેન્ડની સૌથી આકર્ષક જગ્યા

આ ગાર્ડન યુનાઈટેડ કિંગડમના નોથંબરલેંન્ડમાં આવેલી છે. આ બગીચાનું નામ દ અલન્વિક પોઈઝન ગાર્ડન (The Alnwick Garden) છે. જે દુનિયાનો સૌથી ખતરનાક ગાર્ડન છે. આ ગાર્ડન ઉત્તરી ઈંગ્લેન્ડની સૌથી આકર્ષક જગ્યાઓમાં સમાવેશ થયેલો છે.

ઝેર ગાર્ડન તરીકે પ્રખ્યાત

અલન્વિક ગાર્ડનની બોર્ડર કાળા લોખંડથી દરવાજા લગાવેલા છે. જેના પર સ્પષ્ટ લખ્યુ છે કે, ફૂલોને સુંઘવુ તથા તોડવાની મનાઈ છે. આ બગીચો હવે ઝેર ગાર્ડન તરીકે ઓળખાય છે. આ બગીચામાં ગયા બાદ જો જરાં પણ ભૂલ થઈ તો ગયા સમજો. આ બગીચો 100 ખતરનાક હત્યારાઓનું ઘર છે.

પ્રવેશ દ્વાર પર લખેલી છે ચેતવણી

આ ગાર્ડનમાં ઘૂસતા પહેલા જ પ્રવેશ દ્વાર પર ચેતવણી લખેલી છે. આ બગીચો લગભગ 14 એકરના વિસ્તારમાં ફેલાયેલો છે. આ બગીચામાં લગભગ 700 ઝેરીલા છોડ આવેલા છે. તમારી સાથે આવતા ગાર્ડ તમને આ છોડ વિશે જાણકારી આપે છે. આ છોડનો ઉપયોગ દુશ્મનોને ખલ્લાશ કરવા માટે થાય છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

ટ્રક ડ્રાઈવરને મળી રહ્યો છે 72 લાખ પગાર, કહ્યું- આટલું તો મારો બોસ પણ નથી કમાતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!